Connect Gujarat
ગુજરાત

વતનમાં વડાપ્રધાન: 18 થી 20 એપ્રિલ દરમ્યાન વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી, વાંચો સમગ્ર કાર્યક્રમ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વાર ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તારીખ 18 એપ્રિલે સાંજે PM મોદી અમદાવાદ પહોંચશે.

વતનમાં વડાપ્રધાન: 18 થી 20 એપ્રિલ દરમ્યાન વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી, વાંચો સમગ્ર કાર્યક્રમ
X

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વાર ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તારીખ 18 એપ્રિલે સાંજે PM મોદી અમદાવાદ પહોંચશે. ત્યાર બાદ રાજ્યમાં બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમમાં જોડાશે અને સભાઓ પણ સંબોધશે. દિયોદરમાં વડાપ્રધાન બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ત્યાં મહિલા પશુપાલકોને સંબોધશે તો જામનગરમાં WHOના મદદથી બની રહેલા આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે. ત્યાર બાદ ગાંધીનગરમાં આયુષ મંત્રાલયની 2 દિવસીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે.

તો બીજી તરફ દાહોદમાં આદિવાસી સંમેલનમાં પણ સંબોધન કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને જનતાને આકર્ષવા માટે ભાજપે મહાઅભિયાન શરુ કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા ફરી વાર ગુજરાત આવી રહ્યાં છે. ત્યારે તેમનો શિડ્યુલ જણાવીએ તો વડાપ્રધાન મોદી તારીખ 18મી એપ્રિલે સાંજે અમદાવાદ આવી પહોંચશે. ત્યાર બાદ તેઓ સાંજે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મહત્વના કમાન્ડ સેન્ટરની પણ મુલાકાત લેશે. તારીખ 18 એપ્રિલે પીએમ મોદી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.

19 એપ્રિલે પીએમ મોદી સવારે બનાસકાંઠા જશે જ્યાં દિયોદરમાં પીએમ મોદી બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે.ત્યાર બાદ મહિલા પશુપાલકોના સંમેલનમાં પણ પીએમ મોદી સંબોધન કરશે.બનાસકાંઠા બાદ પીએમ મોદી જામનગર જશે. જામનગરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન પણ પીએમ મોદી કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને આયુષ મંત્રી પણ હાજર રહેશે.

ત્રીજા દિવસે એટલે કે 20 એપ્રિલે PM મોદી મહાત્મા મંદિરમાં હાજરી આપશે. અહીંયા તેઓ આયુષ મંત્રાલયની બે દિવસીય કોન્ફરન્સનું આયોજન પણ કરશે. આ કાર્યક્રમ બાદ પીએમ મોદી દાહોદ જવાના છે. દાહોદમાં પીએમ મોદી આદિવાસી સંમેલનમાં સંબોધન કરશે. પીએમ મોદી દાહોદથી અમદાવાદ પરત ફરી રાત્રે દિલ્હી પરત ફરશે.

Next Story