Connect Gujarat
ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કાશી વિશ્વનાથ ધામનું કરશે લોકાર્પણ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કાશી વિશ્વનાથ ધામનું કરશે લોકાર્પણ...
X

શ્રી કાશી વિશ્વનાથ ધામના ઉદઘાટનનું શુભ મુહુર્ત રેવતી નક્ષત્રમાં સોમવારના બપોરે 1:37 વાગ્યાથી 1:57 વાગ્યા સુધી 20 મિનિટનું છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશી વિશ્વનાથ મંદિરના સંકુલમાં ગંગા નદીના તટથી જ્યોતિર્લિંગ વચ્ચે જળ સાથે પગપાળા પહોંચશે. વડાપ્રધાન આશરે 40 મિનિટ પરિસરની સેર કરશે. વડાપ્રધાન મોદી બાબા વિશ્વનાથના દર્શન પૂજન કરીને સંકુલનું લોકાર્પણ કરશે. બાદમાં મંદિરના ચોકમાં દેશના 200 અગ્રણી સંત-મહાત્મા અને 200 વિદ્વાનોને સંબોધિત કરશે.

શ્રી કાશી વિશ્વનાથ ધામના વિકાસ, વિસ્તરણ અને સૌંદર્યીકરણ હેઠળ મંદિરના 50 હજાર ચોરસ ફૂટના ક્ષેત્રને તૈયાર કરવા આશરે રૂ. 800 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, ત્યારે આજે તેના લોકાર્પણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે ક્રૂઝમાં ગંગા ભ્રમણ કરીને વિવિધ ઘાટ પર 11 લાખ દીપને નિહાળશે. દશાશ્વમેઘ ઘાટ સામે તેઓ ગંગા આરતીમાં પણ ભાગ લેશે. ત્યારબાદ રાત્રે લેઝર શૉ અને આતશબાજી પણ કરાશે. લોકાર્પણ કાર્યક્રમ પછી ધામના નિર્માણમાં પરસેવો વહાવનારા 2300 શ્રમિક સાથે વડાપ્રધાન ફોટોગ્રાફી કરાવશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલ, ભાજપ શાસિત 11 રાજ્યના મુખ્યમંત્રી, 9 નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓ વિશેષ હાજર રહેશે.

Next Story