Connect Gujarat
ગુજરાત

રાજ્યના 8 હજાર તલાટી હડતાળ પર પડતર માંગણીઓને લઈ વિરોધ, સરકાર પણ તલાટીઓની માંગ પ્રત્યે પણ ગંભીર

રાજ્યભરમાં આજથી તલાટી પડતર માંગણીઓને લઇ હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળમાં વડોદરા, અમદાવાદ,રાજકોટ સહિત અનેક જિલ્લાના ગ્રામ પંચાયતના તલાટી જોડાયા છે.

રાજ્યના 8 હજાર તલાટી હડતાળ પર પડતર માંગણીઓને લઈ વિરોધ, સરકાર પણ તલાટીઓની માંગ પ્રત્યે પણ ગંભીર
X

રાજ્યભરમાં આજથી તલાટી પડતર માંગણીઓને લઇ હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળમાં વડોદરા, અમદાવાદ,રાજકોટ સહિત અનેક જિલ્લાના ગ્રામ પંચાયતના તલાટી જોડાયા છે. આ હડતાળમાં સમગ્ર રાજ્યના 8 હજાર 500 તલાટી જોડાયા છે. જેથી રાજ્યના 18 હજાર 700 ગામમાં હડતાળની અસર થાય તેવી સંભાવના છે .

રાજ્યમાં પડતર પ્રશ્નોને લઇ તલાટી હડતાળ પર ઉતર્યા છે, જો આ હડતાળ લાંબી ચાલે તો અનેક વ્યવસ્થાને અસર થઈ શકે તેમ છે ત્યારે આ મુદ્દે રાજ્ય સરકારના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા નિવેદન આપતા જણાવ્યું કે તલાટીના ઘણા પ્રશ્નો રાજ્ય સરકારે ઉકેલાયા છે. આ મુદ્દે સરકાર પણ હકારાત્મક છે. પણ કેટલાક પ્રશ્નોમાં નાણા વિભાગની મંજૂરી લેવી પડે છે. જેથી મંજૂરીના કારણે અમુક પ્રશ્નો પડતર છે. આ તમામ પ્રશ્નો ઉકેલવા સરકાર કટિબદ્ધ છે. સાથે ગ્રામ્યની વ્યવસ્થા ન ખોરવાવા માટે સરકાર સતર્ક છે અને સરકાર તલાટીઓની માંગ પ્રત્યે પણ ગંભીર છે.

Next Story