Connect Gujarat
ગુજરાત

હાઈકોર્ટની નોટિફિકેશન, સો.મીડિયામાં કોર્ટ કાર્યવાહીના વીડિયો વાયરલ કરનાર સામે લેવાશે દંડાત્મક પગલાં

દેશમાં સૌ પ્રથમ વાર ગુજરાત હાઈકોર્ટે લાઈવ પ્રસારણ નો નિર્ણય આજથી એક વર્ષ પહેલા કર્યો હતો. જેના માટે ગુજરાત હાઇકોર્ટે સ્ટ્રિમિંગ રૂલ્સ પણ ઘડ્યા હતા.

હાઈકોર્ટની નોટિફિકેશન, સો.મીડિયામાં કોર્ટ કાર્યવાહીના વીડિયો વાયરલ કરનાર સામે લેવાશે દંડાત્મક પગલાં
X

દેશમાં સૌ પ્રથમ વાર ગુજરાત હાઈકોર્ટે લાઈવ પ્રસારણ નો નિર્ણય આજથી એક વર્ષ પહેલા કર્યો હતો. જેના માટે ગુજરાત હાઇકોર્ટે સ્ટ્રિમિંગ રૂલ્સ પણ ઘડ્યા હતા. તત્કાલીન SCના જસ્ટિસ એન.વી.રમના હસ્તે ગત વર્ષની 17 જુલાઇએ કોર્ટ કાર્યવાહીમાં યુ ટ્યુબ લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. પણ સોશિયલ મીડિયામાં વાયરલ આ પ્રસારણને અલગ અલગ કટકા કરી વાયરલ કરવામાં આવતા હતા. જેના પર હવે કોર્ટે રોક લગાવી છે.

ગુજરાત હાઈકોર્ટે મહત્વનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા કોર્ટ સુનાવણીના વીડિયો પર કોર્ટે રોક લગાવી છે. હવે સોશિયલ મીડિયા ગમે તે પ્લેટફોર્મ પર કોર્ટની કાર્યવાહી વાયરલ નહીં કરી શકાય. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે અંગે કડક રૂખ દાખવતા આદેશ પારિત કર્યો છે. અને જો કોઈ કોર્ટના આદેશનો અનાદર કરશે તો વીડિયો વાયરલ કરનાર સામે પગલા લેવાનું પણ કોર્ટે આ દેશમાં સૂચવ્યું છે.અપ્રત્યક્ષ સુનાવણીનું જીવંત પ્રસારણ કરનાર ગુજરાત હાઈકોર્ટે સમગ્ર દેશમાં પહેલી છે. કોરોનાકાળમાં લોકડાઉન બાદ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઓનલાઇન સુનાવણી કરવામાં આવતી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે ગુજરાત HC એ પણ યુ-ટ્યૂબ લાઈવ કરવાનો નિર્ણય કર્યો હતો. સૌ પ્રથમ 26 ઓક્ટોબર 2020 થી યુ-ટ્યૂબ ચેનલના માધ્યમથી પ્રાયોગિક ધોરણે ઓનલાઇન સુનાવણી હાથ ધરાઇ હતી. જે બાદ 17 જુલાઇથી હાઈકોર્ટ ઈચ્છે તે કેસની સુનાવણી ઓનલાઇન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Next Story