Connect Gujarat
ગુજરાત

રાહુલ ગાંધીએ અમદાવાદથી ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકયુ, કોરોનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ.4 લાખની સહાય આપવાની જાહેરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચારનું રણશિંગું ફૂંકવા રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ પર કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે, ગુજરાતના ખુણે ખુણેથી હજારો બબર શેર આજે અહીં આવ્યા છે.

રાહુલ ગાંધીએ અમદાવાદથી ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકયુ, કોરોનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ.4 લાખની સહાય આપવાની જાહેરાત
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચારનું રણશિંગું ફૂંકવા રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ પર કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે, ગુજરાતના ખુણે ખુણેથી હજારો બબર શેર આજે અહીં આવ્યા છે. તેઓ વિચારધારાની લડાઈ લડી રહ્યાં છે.સરકાર પટેલની દુનિયાની આ સૌથી મોટી મૂર્તિ BJP, RSS અને મોદીએ બનાવી છે.સરદાર પટેલના મોઢામાંથી જે શબ્દો નીકળતા હતાં તે ખેડૂતોના હિત માટે નીકળતા હતાં. તેમના વિના અમૂલ ઉભું ના થાત.એક તરફ ભાજપ તેમની મૂર્તિ બનાવે છે અને બીજી તરફ તેમનું જ અપમાન કરે છે.કોંગ્રેસે પક્ષે અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કર્યા છે. અહીં પણ અમે દરેક ખેડૂતોનું દેવું માફ કરીશું. ગુજરાતમાં કોરોનાથી ત્રણ લાખ લોકોનાં મોત થયાં. શું સરકારે કોઈ વળતર આપ્યું?કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને અમે 4 લાખનું વળતર આપીશું. અમે 10 લાખ યુવાનોને રોજગાર આપીશું.

સરદાર પટેલે ખેડૂતો વિરુદ્ધ એક શબ્દ નથી કહ્યો. BJP એક તરફ સૌથી મોટી મૂર્તિ બનાવે છે,જે વસ્તુ માટે સરદાર જીવ્યા તેના વિરુધ્ધમાં જ BJP કામ કરે છે. ભાજપ 3 કાળા કાયદા લાવ્યો. ભાજપે ખેડૂતોના હક છીનાવ્યાં. જેથી ખેડૂતો સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે.આજે સરદાર પટેલ હોતો તો તેઓ કોનું દેવું માફ કરતા ઉદ્યોગ પતિઓનું કે ખેડૂતોનું હું આ સવાલ તમને પુછી રહ્યો છું. તેઓ ક્યારેય આવું કરતા નહીં.ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બન્યું છે.તમામ ડ્રગ્સ મુદ્રા પોર્ટ પરથી જ નીકળે છે. કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી.ત્રણ હજાર અંગ્રેજી માધ્યમની સ્કૂલો બનાવીશું અને છોકરીઓને મફતમાં શિક્ષણ આપીશું. ગેસનો બાટલો 500 રૂપિયામાં આપીશું.ચૂંટણી નજીક છે હું તમને કહું છું કે તમે લડો ગત વખતની જેમ લડશો તો આ વખતે કોંગ્રેસની સરકાર બનશે.

Next Story