Connect Gujarat
ગુજરાત

રાજ્યના 70 તાલુકામાં મેઘરાજાની પધરામણી, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો...!

રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ચુકી છે ત્યારે હવે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે રવિવારે સવારે 6 વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધીમાં રાજ્યના 70 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

રાજ્યના 70 તાલુકામાં મેઘરાજાની પધરામણી, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો...!
X

રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ચુકી છે ત્યારે હવે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે રવિવારે સવારે 6 વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધીમાં રાજ્યના 70 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં મહીસાગર સંતરામપુર માં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.

સૌરાષ્ટ્રના જામનગરના કાલાવડમાં રવિવારે એક ઈંચ વરસાદ વરસ્યો હતો તો ખંભાળિયા, જામજોધપુર અને લાલપુરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતાં. બીજી બાજુ રાજકોટમાં પણ અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.તો રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં પણ મોડી રાત્રે કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. પહેલા વરસાદ માં ન્હાવા માટે શહેરીજનો રસ્તા પર આવી ગયા હતા તો કેટલાક સોસાયટીના ધાબા પર ચાલુ વરસાદે છબછબિયાં કર્યા હતા. અમદાવાદમાં લગભગ 45 મિનિટ જેટલો વરસાદ પડ્યો હતો. વીજળીના ચમકારા પણ સતત જોવા મળ્યા હતા.

અડધો ઈંચ જેટલા વરસાદમાં જ થોડા સમય માટે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા તો કેટલીક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.ખા કરીને પૂર્વ વિસ્તારમાં વરસાદે ઠંડક પ્રસરી હતી રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રવિવારે બપોર બાદ રાજ્યના મોટાભાગના શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જૂનાગઢ શહેર અને જૂનાગઢ ગ્રામ્ય તેમજ અમરેલી વડિયામાં સાંજે ચાર વાગ્યાથી છ વાગ્યા દરમિયાન દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

Next Story