Connect Gujarat
ગુજરાત

રાજસ્થાન કોંગ્રેસના કદાવર નેતા રઘુ શર્માની ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે નિમણુંક...

રાજસ્થાન કોંગ્રેસના કદાવર નેતા રઘુ શર્માની ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે નિમણુંક...
X

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા રાજ્યમાં નબળી કોંગ્રેસમાં સંજીવની ફૂંકવા રાજસ્થાન સરકારમાં આરોગ્ય મંત્રી રહેલા રઘુ શર્માને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવાયા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારીં રહેલા રાજીવ સાતવનું કોરોના સંક્રમણના કારણે માત્ર 47 વર્ષની વયે નિધન થયું હતું, ત્યારથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારીનું પદ ખાલી હતું. જોકે, રાજસ્થાની કેક્જી વિધાનસભા બેઠકના ધારાસભ્ય રઘુ શર્મા સચિન પાયલટના જૂથમાંથી મંત્રી બન્યા છે. તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના અત્યંત નિકટવર્તી ગણાય છે.

રઘુ શર્મા રાજસ્થાન કોંગ્રેસના કદાવર નેતા હોવા સાથે રાહુલ ગાંધીના પણ વિશ્વાસુ છે. ગુજરાત કોંગ્રેસની સ્થિતિ અત્યારે સારી નથી અને કોંગ્રેસ પાસે કોઈ કદાવર નેતા નથી કે, નથી કોઈ વક્તા પણ નથી. ઉપરાંત નિર્ણાયક મુદ્દાને વ્યાપક અસરકારકતાથી ઉઠાવી નથી શકતા. પરિણામે બધે રકાસ જોવા મળે છે. ગત વર્ષે વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી ન હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકોટ અને સુરતમાં મહાપાલિકામાં એક પણ બેઠક ન મળી હતી. પાલિકા-પંચાયતમાં પણ ગ્રામીણ વિસ્તારમાં જે પ્રભુત્વ કોંગ્રેસનું હતું તે પણ ગુમાવી દીધું છે. પરિણામે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામા ધરી દીધા હતા, ત્યારે હવે કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા પ્રભારીની નિમણુંક કરવામાં આવી છે.

Next Story