Connect Gujarat
ગુજરાત

રાજસ્થાન કોંગ્રેસ નેતાનું ટ્વીટ : ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપની નજર...

ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે જણાવ્યુ હતું કે, અમે કોઈ કોંગ્રેસીને પક્ષમાં લઈશું નહીં, પરંતુ જયરાજસિંહ પરમાર અને AMCના પૂર્વ નેતા દિનેશ શર્મા સહિતના નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.

રાજસ્થાન કોંગ્રેસ નેતાનું ટ્વીટ : ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપની નજર...
X

ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે જણાવ્યુ હતું કે, અમે કોઈ કોંગ્રેસીને પક્ષમાં લઈશું નહીં, પરંતુ જયરાજસિંહ પરમાર અને AMCના પૂર્વ નેતા દિનેશ શર્મા સહિતના નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. એટલું જ નહીં, તેમની સાથે અનેક કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે, ત્યારે હવે ફરીવાર ભાજપમાં મોટો ભરતી મેળો યોજાય એવી ખુદ કોંગ્રેસના જ નેતાએ શક્યતા દર્શાવી છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર સંયમ લોઢાએ દાવો કર્યો છે કે, ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્ય પર ભાજપની નજર છે. તેમના આ ધડાકાથી ગુજરાત કોંગ્રેસમાં જબરદસ્ત હલચલ શરૂ થઈ ગઈ છે. સંયમ લોઢાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ભાજપની નજર કોંગ્રેસના 10 ધારાસભ્ય પર છે. સ્વસ્થ રહો, સતર્ક બનો. લોઢાએ પોતાના ટ્વીટમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ટેગ કર્યા છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ભાજપ કોંગ્રેસના 10 ધારાસભ્યો સંપર્કમાં છે. આ અંગે મેં ગુજરાત પ્રભારી રઘુ શર્માને પણ જાણ કરી છે. કોંગ્રેસનો શુભેચ્છક હોવાના નાતે આવા ષડયંત્રનો પર્દાફાશ કરવાની મારી ફરજ છે. મેં બધાને ચેતવણી આપી છે, સાવચેત રહેવું જરૂરી છે. વર્ષ 2020માં કોંગ્રેસના 8 ધારાસભ્યો રાજીનામા આપ્યા હતા, અને તેઓ જૂન 2020માં ભાજપમાં જોડાયા હતા, ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો જયપુર ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોનો આ ટ્રેન્ડ જૂનો છે. તાજેતરમાં જ કોંગ્રેસના 5 પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે. ગુજરાતમાં હવે કોંગ્રેસના 65 ધારાસભ્ય બન્યા છે. કોંગ્રેસે ભાજપ પર છેડછાડની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.

Next Story