ગાંધીનગર: રાજ્યમાં ગ્રીન એનર્જી અને અન્ય પ્રોજેક્ટસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ.૯પ લાખ કરોડના રોકાણો કરશે
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રર અંતર્ગત રોકાણ પ્રોત્સાહન રૂપે રિલાયન્સ દ્વારા આ MoU કરવામાં આવેલ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન ફ્રી બનાવવાના હેતુથી ગુજરાત સરકાર સાથે રૂ. પ.૯પ લાખ કરોડના રોકાણો માટે ગાંધીનગરમાં MoU થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિમાં આ MoU પર ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વતી ગૃપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ હસ્તાક્ષર કર્યા હતા.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રર અંતર્ગત રોકાણ પ્રોત્સાહન રૂપે રિલાયન્સ દ્વારા આ MoU કરવામાં આવેલ છે. તદ્દઅનુસાર, રાજ્યમાં આવનારા દસકમાં ૧૦૦ ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ અને ગ્રીન હાઇડ્રોજન ઇકો-સિસ્ટમના વિકાસ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ રૂ. પ લાખ કરોડના આ સૂચિત રોકાણો કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના વિઝનને અનુરૂપ ગ્રીન ઈકોસિસ્ટમના વિકાસ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રતિબદ્ધ છે.
રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન હાઇડ્રોજન કેપ્ટીવ ઉપયોગની નવી ટેક્નોલોજી તથા ઇનોવેશન અપનાવવા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને સહાય રૂપ બનવા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇકોસિસ્ટમ વિકસાવશે. આ સૂચિત પ્રોજેક્ટના પરિણામે રાજ્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને અંદાજે ૧૦ લાખ જેટલી રોજગારીની તકોનું સર્જન થશે. આ MoU ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ન્યૂ એનર્જી મેન્યૂફેકચરીંગ-ઇન્ટીગ્રેટેડ રિન્યુએબલ મેન્યૂફેકચરીંગ અન્વયે ૬૦ હજાર કરોડનું રોકાણ કરશે.
આ ન્યૂ એનર્જી મેન્યુફેકચરીંગ અન્વયે સોલાર પી.વી. મોડ્યુલ, ઇલેકટ્રોલાઇઝર, એનર્જી સ્ટોરેજ બેટરી, ફયુઅલ સેલ્સ સહિતની ફેસેલીટી સ્થપાશે.એટલું જ નહિ, રિલાયન્સ જિઓ નેટવર્કને 5G માં અપગ્રેડ કરવા આગામી વર્ષોમાં ૭પ૦૦ કરોડ, આવનારા પાંચ વર્ષમાં રિલાયન્સ રિટેઇલમાં રૂ. ૩૦૦૦ કરોડ અને હાલના તથા નવા પ્રોજેક્ટસમાં મળીને રૂ. રપ હજાર કરોડના રોકાણોના પ્રસ્તાવ પણ તેમણે રજૂ કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગ્રીન-કલીન અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એનર્જી ઉત્પાદનમાં ગુજરાતને અગ્રેસર બનાવવામાં આ સૂચિત પ્રોજેક્ટ મહત્વપૂર્ણ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT