Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં રીક્ષા મુસાફરી કરવી બનશે મોંઘી, આવતીકાલથી આટલું રહેશે ભાડું.!

રાજ્યમાં રીક્ષામાં મુસાફરી કરવી મોંઘી બનશે. સરકારે રાજ્યમાં ઓટો રીક્શા માટે બે રૂપિયાનો વધારાને બુધવારે મંજૂરી આપી દીધી છે.

રાજ્યમાં રીક્ષા મુસાફરી કરવી બનશે મોંઘી, આવતીકાલથી આટલું રહેશે ભાડું.!
X

રાજ્યમાં રીક્ષામાં મુસાફરી કરવી મોંઘી બનશે. સરકારે રાજ્યમાં ઓટો રીક્શા માટે બે રૂપિયાનો વધારાને બુધવારે મંજૂરી આપી દીધી છે. રાજ્યના વાહન સંઘે ભાડામાં વધારાની માંગ કરી હતી. જોકે સંઘની માંગને ધ્યાનમાં રાખતાં સરકારે જાહેરાત કરી છે.

રાજ્ય સરકારના પરિવહન મંત્રી પૂર્ણેશ મોદી અલગ-અલગ રિક્ષા યુનિયનના પ્રતિનિધિઓ સાથે મુલાકાત બાદ જાહેરાત કરી હતી કે મિનિમમ ભાડું હાલ 18 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરી દેવામાં આવ્યું છે, અને ત્યારબાદ દર કિલોમીટર નું હાલ નું ભાડું 13 રૂપિયાથી વધારીને 15 રૂપિયા થઇ ગયું છે.જોકે રાજ્યના રીક્ષા યુનિયનોએ માંગ કરી હતી મિનિમમ ભાડું 30 રૂપિયા સુધી વધારવામાં આવે, પરંતુ અમે હાલમાં ફક્ત 2 રૂપિયાનો વધારો કર્યો છે જે 18 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવા માટે મંજૂરી આપી છે. આ પ્રકારે પ્રતિ કિલોમીટર બે રૂપિયાના વધારાને સ્વીકારવામાં આવ્યો છે. ઓટો રિક્ષા ના નવા દર 10 જૂનથી લાગૂ થશે. તેમણે કહ્યું કે સંઘોએ પણ આ નવા દર પર સહમતિ વ્યક્ત કરી છે અને આ અંગે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.વું ભાડું 31 માર્ચ 2023 સુધી લાગુ રહેશે, અને સંઘ તે તારીખ પહેલાં કોઇ વધારો નહીં કરે અથવા તો કોઈ આંદોલન શરૂ નહીં કરવાને લઇને સંમતિ વ્યક્ત કરી છે. નવા દર લાગૂ થતાં ઓટો રિક્ષા ચાલકોને પ્રતિ દિવસ લગભગ 100 રૂપિયા વધુ કમાવવામાં મદદ મળશે.આમ હોવાથી રાજ્યમાં રિક્ષાના નવા દર લાગુ થશે.

Next Story
Share it