Connect Gujarat
ગુજરાત

તાપી પાર રિવર લિંક મુદ્દે ગૃહમાં હંગામો, વિધાનસભામાં કોંગ્રેસનું આકરું વલણ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ના અંતિમ બજેટ સત્રના ત્રણ દિવસ ભારે રહે તેવી શક્યતા છે. જેમા ગુજરાત સરકાર બજેટ પસાર કરવાની કવાયતમાં છે

તાપી પાર રિવર લિંક મુદ્દે ગૃહમાં હંગામો, વિધાનસભામાં કોંગ્રેસનું આકરું વલણ
X

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ના અંતિમ બજેટ સત્રના ત્રણ દિવસ ભારે રહે તેવી શક્યતા છે. જેમા ગુજરાત સરકાર બજેટ પસાર કરવાની કવાયતમાં છે, તો સામા પક્ષે વિપક્ષ પણ છેલ્લા ત્રણ દિવસ આક્રમકતાથી લડી લેવાના મૂડમાં છે. તે જોતા વિધાનસભા સત્રના છેલ્લા દિવસો તોફાની બને તેવી શક્યતા છે.

ગુજરાત વિધાનસભામાં આજે યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા ભાજપના ધારાસભ્ય અને ફિલ્મ કલાકાર હિતુ કનોડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારોભાર વખાણ કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં જ સરદાર પટેલ સ્ટેડિયમ માં નરેન્દ્ર મોદીએ યુવાનોને નવું જોમ આપ્યું છે. નરેન્દ્ર મોદીને તેમણે જોરદાર, શાનદાર, ઈમાનદાર કહીને સંબોધ્યા હતા, એટલું જ નહીં બાળકોને બારાખડી માં ભ એટલે ભમરડો શીખવાડવામાં આવતો હતો, પછી ભ એટલે ભ્રષ્ટાચાર થઈ ગયો હતો. જ્યારે 2014માં નરેન્દ્ર મોદી આવ્યા બાદ ભ એટલે ભારત કહેવાય છે, નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રભક્તિ જગાવી છે.તો ગુજરાત વિધાનસભામાં તાપી પાર રિવર લિંક યોજના ના મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે થોડી ક્ષણો માટે ગૃહમાં હંગામો થયો હતો.

જોકે અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્ય એ કડક તાકીદ કરતાં ગૃહ ઓર્ડર માં આવ્યું હતું. આજે ગૃહમાં માંગણીઓ પરની ચર્ચા દરમ્યાન વિપક્ષી નેતા સુખરામ રાઠવા તેમના વક્તવ્યમાં તાપી રિવર લિંક મુદ્દે ભાજપના આકા શબ્દ પ્રયોગ કરતાં ભાજપના સભ્ય વિરોધ કર્યો હતો. બીજી તરફ ભાજપના ધારાસભ્ય અને પૂર્વ વન મંત્રી ગણપતસિંહ વસાવાએ હંગામા વચ્ચે નિવેદન આપ્યું કે, આ યોજના તમારા કોંગ્રેસના આકાઓએ શરૂ કરી હતી. આ નિવેદન કરતાં ગૃહમાં બંને પક્ષે હોબાળો થયો હતો. જોકે ગ્રહનું વાતાવરણ વધુ ઉગ્ર બને તે પહેલાં જ અધ્યક્ષની કડક તાકીદની મામલો શાંત થયો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

Next Story