Connect Gujarat
ગુજરાત

રશિયાને લાગ્યો મોટો ઝટકો, UNHRCમાંથી કરવામાં આવ્યું બહાર

રશિયાને લાગ્યો મોટો ઝટકો, UNHRCમાંથી કરવામાં આવ્યું બહાર
X

યુક્રેન સામે યુદ્ધ શરૂ કર્યા બાદ રશિયા આકરા પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં હવે યૂક્રેન પર હુમલો કરવા બદલ સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદ માંથી બહાર કરવાના સંબંધમાં અમેરિકા તરફથી ભરવામાં આવેલા પગલા આતંર્ગત સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં ગઇકાલે મતદાન થયું હતું. આ વોટિંગમાં નિર્ણય રશિનાની વિરુદ્ધમાં આવ્યો અને તેને બહાર કરવામાં આવ્યું.

અમેરિકા સહિત તમામ NATO દેશોએ UNGAની વોટિંગમાં ભાગ લીધો હતો. રશિયા પર યૂક્રેનના બૂચા શહેર પર નરસંહારનો આરોપ લાગ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને સ્પષ્ટ કહ્યું કે, બૂચામાં યુદ્ધ અપરાધ થયો છે.

UNHRCના આ મતદાનમાં રશિયાને બહાર કરવાના પક્ષમાં 96 મત પડ્યા હતા જ્યારે 24 મત રશિયાને રાખવાના સમર્થનમાં પડ્યા હતા. આ ઉપરાંત 58 દેશ એવા પણ હતા જેમણે આ મતદાનમાં ભાગ લીધો ન હતો. આ 58 દેશમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

આ દરમિયાન બુચા હત્યાકાંડનો મુદ્દો પણ ખૂબ જ ગરમ રહ્યો હતો. અમેરિકાએ રશિયા સામે આ પ્રસ્તાવ મૂક્યો હતો. આ વોટિંગની વચ્ચે દુનિયાની નજર ભારત પર હતી કારણ કે તમામ દેશો એ જોવા માંગતા હતા કે ભારત રશિયાને સમર્થન આપશે કે નહીં. જો કે, ભારતે આ મામલે કોઈ પક્ષ પસંદ કર્યો ન હતો અને મતદાનમાં ભાગ લીધો ન હતો.

Next Story