Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: વિજયનગરના ભાંભુડીમાંથી ગાંજાના 699 છોડ સાથે ખેતરમાલિક ઝડપાયો

ખેતરમાં માદકવાસ ધરાવતા ગાંજાના નાના મોટા કુલ 699 છોડ મળ્યા હતા. તમામ છોડનું વજન કરતાં 34 કિલો અને 680 ગ્રામ વજન થયું હતું.

સાબરકાંઠા: વિજયનગરના ભાંભુડીમાંથી ગાંજાના 699 છોડ સાથે ખેતરમાલિક ઝડપાયો
X

વિજયનગરના ખેરવાડા બાદ ભાંભૂડીમાં પણ ગાંજાની ખુલ્લેઆમ ગાંજાની ખેતી કરાતી હોવાની બાતમી આધારે વિજયનગર અને ખેરોજ પોલીસે તા.07-04-2022ના રોજ સવારે ખેતરમાં પહોંચી તપાસ હાથ ધરતાં નાના મોટા ગાંજાના 699 છોડ મળતાં ખેતર માલિક વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ખેતર માલિકની ધરપકડ કરાઇ હતી.ભાંભૂડીના મોલા ડામોરે તેમના મગફળીના વાવેતરવાળાં ખેતરમાં અને ભેંસો બાધવાના ઢાળીયા નજીક ગાંજાના છોડ ઉછેર્યાની બાતમી પોલીસને મળતા સ્ટાફ સાથે તા.07-04-2022 ના રોજ ભાંભુડીમાં મોલાભાઈના ખેતરમાં પહોંચી તપાસ હાથ ધરી હતી.ખેતરમાં માદકવાસ ધરાવતા ગાંજાના નાના મોટા કુલ 699 છોડ મળ્યા હતા. તમામ છોડનું વજન કરતાં 34 કિલો અને 680 ગ્રામ વજન થયું હતું. જેની બજાર કિંમત અંદાજે રૂ.3,46,800 જેટલી થવા જાય છે. ખેતર માલિક મોલાભાઈ ડામોરની અટકાયત કરી વિજયનગર પોલીસ મથકમાં એન ડી પી એસ એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો હતો.

Next Story