Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: પ્રાંતિજમાં ફલાવરનુ બિયારણ ખરાબ નિકળતા ખેડૂતોને આર્થિક ફટકો

પ્રાંતિજના ખેડૂતોની કફોડી હાલત, ફ્લાવરનું બિયારણ ખરાબ નિકળ્યું

X

પ્રાંતિજ ખાતે ફલાવર પકવતા ખેડુતોને સીઝન્ટા કંપની નુ ૧૫૨૨નુ ફલાવરનુ બિયારણ ખરાબ નિકળતા ૨૫૦ થી ૩૦૦ વિધામા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. બિયારણ રેસાવાળુ નિકળતા હાલતો ખેડુતો ઉપર પડયા ઉપર પાટુ જેવો ધાટ ધડાયો છે. જેમા પહેલા કોરોન, બાદમા અતિવૃષ્ટિથી અને હવે બિયારણ ફેલ ગયુ તો ફરી તૈયાર થયેલ ફલાવરના પાકમા રેસાવાળુ ફલાવર જોવા મળતા ખેડુતોના ખેતરોમા તૈયાર થયેલ પાક ફેલ ગયો છે ત્યારે કંપનીમા રજુઆત કર્યા બાદ પણ કંપનીમા કોઇ સાંભળવા તૈયાર ના હોય તેવુ ખેડૂતો જણાવી રહ્યા છે. હાલતો ખેડૂતોને ખેડ,બિયારણ,દવા,પાણી સહિત મહેનત -મજુરી પણ પાણીમા જતા ખેડૂતોને મોટુ નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

Next Story