Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાય

સાબરકાંઠા : ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાય
X

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં નિકળનારી 23મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીમીતે ઈડર આટૅસ એન્ડ કોમસૅ કોલેજ ખાતે જીલ્લા પોલીસ વડા નિરજ બડગુજરની અધ્યક્ષતામાં ઈડર શાંતિ સમિતિ અને રથયાત્રા સમિતિના આગેવાનો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોરોના સંક્રમણને લઈ રથયાત્રાનો રૂટ માત્ર 2 કિલોમીટરનો રહેશે તેમ જણાવતા જીલ્લા પોલીસ વડા નિરજ બડગુજરે ઈડર શાંતિ સમિતિ અને રથયાત્રા સમિતિના આગેવાનો સાથે બેઠક યોજી હતી. તો સાથે જ રથયાત્રામાં ડીજે સાઉન્ડ, ભજન મંડળી ભાગ લઈ શકશે નહીં, જયારે રથયાત્રામાં ખલાસી સહિત 60 વ્યક્તિ જ ભાગ લઇ શકશે તેમજ રથયાત્રામાં ભાગ લેનારને RTPCR ટેસ્ટ નેગેટિવ હોવો જરૂરી રહેશે.

સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિ અને રથયાત્રા સમિતિના આગેવાનોને જીલ્લા પોલીસ વડા દ્વારા સંપૂર્ણ માગૅદશૅન આપવામાં આવ્યું હતું. આ સાથે રથયાત્રા સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. આ બેઠકમાં ઈડર પ્રાન્ત અધિકારી, મામલતદાર તેમજ ઈડર નગરપાલિકા પ્રમુખ, આટૅસ એન્ડ કોમસૅ કોલેજના પ્રમુખ તેમજ વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it