Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : પ્રાંતિજમાં અજાણ્યા વાહનની ટક્કરે સોસાયટીનો વીજપોલ થયો ધરાશાયી

સાબરકાંઠા : પ્રાંતિજમાં અજાણ્યા વાહનની ટક્કરે સોસાયટીનો વીજપોલ થયો ધરાશાયી
X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ સોસાયટીમાં કોઇ અજાણ્યા વાહનની ટક્કરથી વિજપોલ રસ્તા વચ્ચોવચ ધરાશાયી થયો હતો. જોકે, તે સમયે કોઇની અવરજવર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

મળતી માહિતી અનુસાર, પ્રાંતિજના એપ્રોચરોડ ઉપર આવેલ હરીઓમ પાર્ક સોસાયટીમાં કોઇ અજાણ્યો વાહન ચાલક પુરઝડપે પોતાનું વાહન હંકારી લાવી સોસાયટીના કોમન પ્લોટ નજીક રહેલ વીજપોલને ટક્કર મારી હતી, ત્યારે વીજપોલ ધરાશાયી થતાં અજાણ્યો વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ સોસાયટીના રહીશો દ્વારા પ્રાંતિજ વીજ કંપનીમાં કરવામાં આવી હતી.

જેના પગલે વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી ધટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં સોસાયટીમાં રસ્તા વચ્ચોવચ વિજપોલ અને વિજ વાયરો ધરાશાયી થયો હતો, ત્યારે સમારકામ હાથ ધરી નવો વિજપોલ ઉભો કર્યા બાદ વિજ વાયરો ખેંચી માત્ર 3 કલાકમાં જ વીજ પુરવઠો રાબેતા મુજબ કરાવ્યો હતો. જોકે, સોસાયટી રહીશોએ વીજ કંપની દ્વારા કરાયેલ ઝડપી કામગીરીને ખૂબ બિરદાવી હતી.

Next Story