Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : વિદેશોમાં વધી પ્રાંતિજના દેશી શિંગોડાની માંગ, જાણો શું છે આ શિંગોડાની ખાસિયત..!

શિંગોડાનો પાક મુખ્યત્વે શિયાળાની સિઝનમાં જ થાય છે. આ શિંગોડા 4 પ્રકારના હોય છે.

X

શિયાળાની મોસમ શરૂ થતાની સાથે જ સાબરકાંઠા જિલ્લાના બજારોમાં દેશી શિંગોડા જોવા મળે છે, ત્યારે પ્રાંતિજના દેશી શિંગોડાની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત મુંબઇ સાથે જ દેશની બહાર દુબઈ અને અમેરિકા જેવા અનેક દેશોમાં પુષ્કળ પ્રમાણમાં માંગ વધી છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા ભોઇ સમાજના લોકોનો મુખ્ય વ્યવસાય શિંગોડાની ખેતી છે. આ સમાજના લોકો શિંગોડી ભોઇ જ્ઞાતિથી ઓળખાય છે. તેથી પ્રાંતિજમાં થતા દેશી શિંગોડાની માંગ ગુજરાતમાં આવેલા મોટા શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત તથા મહારાષ્ટ્રના મુંબઇથી લઈને દુબઈ અને અમેરિકા જેવા દેશોમાં પ્રાંતિજના શિંગોડાની માંગ વધી છે. જોકે, 8 મહિનાની માવજત બાદ 4 મહિના શિંગોડાનો પાક લેવાય છે.

શિંગોડાનો પાક મુખ્યત્વે શિયાળાની સિઝનમાં જ થાય છે. આ શિંગોડા 4 પ્રકારના હોય છે. જેમાં દેશી શિંગોડા, કાંટાવાળા શિંગોડા, જબલપુરી શિંગોડા અને પોપટીયા શિંગોડા. જોકે, દેશી શિંગોડાની ખૂબ જ માંગ હોય છે અને તે ખાવામાં કાચા ખાઓ તો પણ મીઠા અને સ્વાદિષ્ટ લાગે છે. આ શિંગોડાને કાચા, બાફેલા, સેકેલા અને સુકા પણ ખાવામાં આવે છે.

જોકે, દેશી શિંગોડાની ખેતી મુખ્યત્વે ગુજરાતના પ્રાંતિજ, ઇડર, ખેડબ્રહ્મા, વડનગર, વિસનગર અને મોડાસા ખાતે પુષ્કળ પ્રમાણમાં થાય છે. પ્રાંતિજના બોખમાં તૈયાર થયેલ શિંગોડાની માંગ ખૂબ જ હોય છે. ગર્ભવતી મહિલાઓ માટે શિંગોડા ખાવા ફાયદાકારક હોય છે, તો આરોગ્ય માટે પણ શિંગોડા ખાવા હિતાવત છે. શિંગોડા ફરાળી જ નથી પણ તે ગુણદાયક હોવાથી તેના ફાયદા અનેક છે. શિંગોડા ખાવાથી શરીરને ભરપુર માત્રામાં ન્યુટ્રીશન મળી રહે છે.

વાળ અને ત્વચા માટે પણ લાભકારી છે. શિંગોડા ખાવાથી હ્દય રોગના હુમલાનો ભય રહેતો નથી, જ્યારે જે વ્યક્તિ વધુ વજનથી પરેશાન હોય તો શિંગોડા તાજા કે, સુકા ખાવાથી વજનમાં પણ ધટાડો થાય છે. આમ શિંગોડા અનેક રોગો માટે પણ લાભદાયક સાબિત થયા છે.

Next Story