Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : જાદર ગામને તાલુકો બનાવવાની માંગ સાથે ગ્રામજનોએ યોજી મહા રેલી...

જાદર ગામને તાલુકો બનાવમાં આવે તો આજુબાજુ ગામડાઓમાં વિકાસ થાય, જ્યારે ઇડર તાલુકામાં રૂ. 1.50 કરોડની ગ્રાન્ટ મળે છે

સાબરકાંઠા : જાદર ગામને તાલુકો બનાવવાની માંગ સાથે ગ્રામજનોએ યોજી મહા રેલી...
X

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં જાદર ગામને તાલુકો બનાવની માંગ સાથે જાદર ગામ સહિતના આસપાસ ગામના સરપંચ અને સ્થાનિક લોકોએ મહા રેલી અને સભા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સરપંચો, આગેવાનો સહિત સ્થાનિક લોકો જોડાય જાદર ગામને તાલુકો નહીં બને તો આગામી સમયમાં ચૂંટણીઓની બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

સાબરકાંઠાના ઇડર તાલુકામાં ૨૫૦ ગામડાઓ છે. જેના પગલે જાદર ગામને તાલુકો બનાવની માંગ કરવામાં આવી છે. જાદર ગામમાં કેટલા સમયથી વિકાસ નહીં થવાથી જાદર તાલુકો બને તે માટે 5 મહિના પહેલા મુખ્ય પ્રધાન અને સ્થાનિક ધરાસભ્યને રજુઆત કરવામાં આવી હતી. જેને લઈ જાદર ગામને તાલુકો બનાવવા માટે આજે જાદર વિભાગીય વિકાસ સમિતિ દ્વારા મહારેલી યોજવામાં આવી હતી. જેમાં 42 ગામોના સરપંચ સહિત સ્થાનિક લોકો જોડાયા હતા. જોકે, જાદર ગામમાં કેટલા સમય વિકાસની સમસ્યા વર્તાઈ રહી છે.

આ ગામમાં વિકાસ થયો નથી જેને લઈ અગાઉ અનેક વાર રજુઆત અને વિરોધ કરવામાં આવ્યો હતો. છેલ્લા 5 મહિનાથી અલગ અલગ જગ્યાએ તાલુકો બનાવવા માટે લેખિકમાં ફાઈલો આપી છે. જોકે, જાદર ગામને તાલુકો બનાવમાં આવે તો આજુબાજુ ગામડાઓમાં વિકાસ થાય, જ્યારે ઇડર તાલુકામાં રૂ. 1.50 કરોડની ગ્રાન્ટ મળે છે. નાનો તાલુકો બને, ત્યારે 1.25 કરોડની ગ્રાન્ટ મળે અને જાદર સહિત આજુબાજુ ગામડાઓમાં વિકાસ થઈ શકે તેમ છે.

Next Story