Connect Gujarat
ગુજરાત

કચ્છ સરહદ પર સુરક્ષા એજન્સીઓ સતર્ક,વાંચો શું છે કારણ

દરિયાઇ સીમાની. પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમારો તથા બોટનું અપહરણ કરવાના બનાવો વધી રહ્યા છે

કચ્છ સરહદ પર સુરક્ષા એજન્સીઓ સતર્ક,વાંચો શું છે કારણ
X

પાકિસ્તાન પોતાની હરકતોથી ક્યારેય બાઝ નથી આવતુ પછી તે એલઓસીની વાત હોય કે દરિયાઇ સીમાની. પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમારો તથા બોટનું અપહરણ કરવાના બનાવો વધી રહ્યા છે જેને લઇને કચ્છમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ છે. આંતરરાષ્ટ્રીય જળસીમા IMBL નજીક સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે

કચ્છમાં આંતરરાષ્ટ્રીય જળસીમા IMBL નજીક સુરક્ષા એજન્સીઓ એલર્ટ થવાનું કારણ એ પણ છે કે થોડા દિવસ અગાઉ પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમારોને ખાદ્ય સામગ્રી અપાતી હોવાનો એક ફોટો વાયરલ થયો હતો.IMBL પાસે જ સામગ્રીનું વિતરણ કરાતુ હોવાનો ફોટો વાયરલ થયો હતો જેને લઇને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ છે. જો કે એક અનુમાન એ પણ છે કે પાકિસ્તાન મરીન પોતાની ખરાડાયેલી છબીને સુધારવા આ કામગીરી કરી રહ્યુ હોય

કચ્છના મુંદ્રા પોર્ટથી થોડા દિવસો અગાઉ પાકિસ્તાની આર્મીની સામગ્રી મળી આવી હતી. મુંદ્રા પોર્ટ પર 10 કન્ટેનરમાંથી પાકિસ્તાની સેનાની સામગ્રી મળી આવી હતી જેને લઇને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ હતી. આફ્રિકાથી આયાત કરેલા ભંગારના કન્ટેનરમાંથી આ પ્રકારની સામગ્રી મળી આવતા કસ્ટમ વિભાગે વધુ તપાસ હાથ ધરી હતી. પાકિસ્તાન લશ્કર સંબંધિત સામગ્રી મળી આવતા સુરક્ષા એજન્સીઓએ રાઉન્ડ ધ ક્લૉક પેટ્રોલિંગ શરુ કરી દીધુ હતું

Next Story