Connect Gujarat
ગુજરાત

દેશમાં ચીની મોબાઈલ કંપનીમાં એક સાથે રેડ,આયકર વિભાગની કાર્યવાહી

દેશમાં ચીની મોબાઈલ કંપનીમાં એક સાથે રેડ,આયકર વિભાગની કાર્યવાહી
X

દેશના અનેક રાજ્યોમાં એક સાથે IT વિભાગનો સપાટો બોલાવ્યો છે.ચીની મોબાઈલ કંપનીમાં એકસાથે રેડ કરવામાં આવી છે અને મોટા કર્મચારીઓ રડાર પર આવ્યા છે દેશભરમાં ચીની મોબાઈલ કંપનીઓ પર એક સાથે IT વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.દેશભર માં બુધવારે સવારે જ આ રેડ શરૂ કરવામાં આવી અને એક સાથે અનેક રાજ્યોમાં સ્થિત કંપનીમાં એક સાથે સપાટો બોલાવવામાં આવ્યો છે. અત્યાર સુધી મળેલ જાણકારી અનુસાર દિલ્હી, નોઇડા, ગુરુગ્રામ, મુંબઈ, હૈદરાબાદ, બેંગલોર સહિતના શહેરોમાં દરોડા કરીને સર્ચ કરવામાં આવી રહ્યું છે..

સમાચાર સામે આવ્યા છે કે OPPO, Xiaomi સામે ઈન્કમ ટેક્સ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ કંપનીઓના તમામ મોટા અધિકારીઓ, ડાયરેકટરો, CFO જેવા મોટા અધિકારીઓ સામે રેડ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે દેશની સંસદમાં કેન્દ્ર સરકારે આપેલ જાણકારી અનુસાર 80 ચીની કંપનીઓ વેપાર કરી રહી છે જ્યારે 92 કંપનીઓ નોંધાયેલી છે આમ ચાઈનીઝ કંપનીઓ અને ડીલરો સામે આઇટી વિભાગે સૌથી મોટું ઓપરેશન શરુ કર્યું છે ગુજરાત સહીત દેશના અનેક રાજ્યોમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે ઓફિસ અને નિવાસસ્થાને પણ આઇટીની ટિમો પહોંચી છે..

Next Story