માનવતાની "મહેક" : નવસારીના બીલીમોરામાં પૂરગ્રસ્તોને ખભે ઊંચકીને પોલીસ જવાનોએ કરાવ્યુ સ્થળાંતર...

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ વચ્ચે પોલીસે માનવતા મહેકાવી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે

New Update

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ વચ્ચે પોલીસે માનવતા મહેકાવી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે હાલ તો પોલીસકર્મીઓની સરાહનીય કામગીરીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યા છે.

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસ મેઘમહેર થઈ રહી છે, ત્યારે સુરત, વલસાડ સહિત નવસારી જીલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. બીલીમોરા શહેરમાં પણ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે, ત્યારે પૂરગ્રસ્ત બીલીમોરા વિસ્તારમાં પોલીસ જવાનોએ માનવતા મહેકાવી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. બંદર વિસ્તારમાં પૂરગ્રસ્ત લોકોની મદદમાં PSI ડી.આર.પઢેરીયા સહિત પોલીસ સ્ટાફના જવાનો જોતરાયા હતા. જેમાં પોલીસકર્મીઓએ નાના બાળકો અને વૃદ્ધને ઊંચકીને સ્થળાંતર કરતાં જોવા મળ્યા છે, ત્યારે હાલ તો પોલીસકર્મીઓની સરાહનીય કામગીરીના ફોટા અને વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યા છે.

Latest Stories