Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના મંગલમૂર્તિ ટાઉનશીપમાં તસ્કરો ત્રાટક્યા

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના મંગલમૂર્તિ ટાઉનશીપમાં તસ્કરો ત્રાટક્યા
X

બાઇક સહિત સોના ચાંદીના દાગીના અને વાસણોની ચોરી કરી તસ્કરો પલાયન

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી, લૂંટફાટ, હત્યા અને મારામારી તેમજ ફાયરિંગના બનાવ સતત વધતા જઈ રહ્યા છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેને લઇને ચકચાર મચી જવા પામી છે. બંધ ઘરમાં તસ્કરો ત્રાટકી અને સોના-ચાંદીના ઝવેરાત વાસણ ઉપરાંત બાઇકની ચોરી કરી અને પલાયન બની જવા પામ્યા છે.

આ મામલે મકાન માલિક યથાર્થભાઇ નિમેશભાઇ સોમપુરા જાતે સોમપુરા બ્રાહ્મણ (ઉં.વ.22) ધંધો અભ્યાસ રહે.આદેશ બંગલો મંગલમુર્તિ ટાઉનશીપ ભલા હનુમાન પાસે તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગરનાએ ફરીયાદ નોંધાવેલી છે કે,મંગલમુર્તી ટાઉન શીપ ભગવતધામ ગુરૂકુળ પાછળ આરોપીઓએ ફરીયાદીના બંધ મકાનમા દિવસે અથવા રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે ગેરકાયદેસર પ્રવેશ કરી મકાનના ફળીયામા રાખેલા મોટરસાયકલ હોન્ડા સાઇન રજી.નં GJ-13-9832 કિં.રૂા.15,000/- તેમજ ઘરનો મુખ્ય દરવાજો તોડી ઘરના મંદીરમા રાખેલી ગણપતિજી, રીધ્ધી-સીધ્ધી માતાજીની નાની ચાંદીની મુર્તિઓ તેમજ મહાદેવજીનુ શીવલિંગનુ નાનુ ચાંદીનુ થાળુ તેમજ નાની ચાંદીની વાટકી તેમજ નાની ચાંદીની લોટી તેમજ ચાંદીના ત્રણ નાના દિવાઓની ચોરી થઇ જવા પામી છે.

આ ઉપરાંત ટોકરી, ચાંદીના વાસણો જેમા નાની થાળી નંગ-2 તેમજ વાટકી નંગ- તેમજ ચમચી નંગ-2 તેમજ પ્યાલી નંગ-2 તેમજ ચાંદીની આશરે 50 જેટલા સિક્કાઓ જે ચાંદીની આશરે કિં.રૂા.25,000 તેમજ સોનાની વિટી નંગ-2 તેમજ સોનાની બંગળીઓ નંગ-2 તથા સોનાની કાનની બુટી જોડી નંગ-1 તેમજ નાનુ સોનાનુ પેન્ડલ નંગ-1 જે કુલ સોનાના દાગીનાની કિંમત રૂા.30,000/- તથા રોકડા રૂપિયા 2,000/- મળી કુલ કિં.રૂા.72,000/- ની કિંમતના મતાની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગયો હતો. આ બનાવની તપાસ પો.સબ ઇન્સ. જી.કે.જાડેજા ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે.કરે છે.

આ મામલે ધાંગધ્રા પોેલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી અને વધુ પોેલીસ તપાસ હાથ ધરવામાં આવી છે તેવા સંજોગોમાં ચોરો દ્વારા બાઇક સહિત સોના-ચાંદીના ઝવેરાત વાસણોની ચોરી કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે.આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી અને આગળની પોલીસ કાર્યવાહી ધાંગધ્રા પોેલીસે હાથ ધરી છે.

Next Story