Connect Gujarat
ગુજરાત

આજથી ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયાના શ્રી ગણેશ,ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ કરાયું

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 10879 ગામોની ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં આવી છે.

આજથી ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયાના શ્રી ગણેશ,ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ કરાયું
X

ચૂંટણીપંચે ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ જાહેર કર્યા બાદ આજથી એટલે કે 29 નવેમ્બરથી વિધીવત ચૂંટણી પ્રક્રિયાના શ્રી ગણેશ થશે. આજે જિલ્લા ચૂંટણી અધિકારી ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરશે. સાથે જ ગામોમાં ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો ફોર્મ ભરવાનું પણ શરૂ કરશે.4 ડિસેમ્બર સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ત્યારબાદ 19 ડિસેમ્બરે મતદાન યોજાશે અને 21 ડિસેમ્બરે ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થઈ જશે.

જણાવી દઈએ કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 10879 ગામોની ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર 4 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. તો 6 ડિસેમ્બર સુધી ચૂંટણી ફોર્મની ચકાસણી થશે.EC અનુસાર 7 ડિસેમ્બર પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે.રાજ્યભરમાં તો 19 ડિસેમ્બર ના રોજ મતદાન થશે. જો જરૂર જણાય તો ફરીથી 20 ડિસેમ્બરે મતદાન કરવામાં આવશે. આ મતદાનની મતગણતરી 21 ડિસેમ્બર ના રોજ કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા 24 ડિસેમ્બર પુન કરવામાં આવશે. ચૂંટણીની સમગ્ર મતદાનની વ્યવસ્થા માટે 17 પ્રાંત અધિકારીને જવાબદાર સોંપવાની માહિતી પણ સામે આવી છે.ઉલ્લેખનીય છે કે, 19 ડિસેમ્બરે રાજ્યની 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. જેમાં કુલ 2 કરોડ 6 લાખ 53 હજાર જેટલા મતદારો મતદાન કરી શકે છે.

જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમ થશે. જો કે, સમરસ ગ્રામ પંચાયતમાં માહોલ શાંત રહેશે. અહીં કોઈ ચૂંટણી નહીં થાય.મહત્વનું છે કે અંદાજિત 10 હજાર 879 ગ્રામ પંચાયતોમાં 10 હજાર 284 સરપંચની ચૂંટણી યોજાશે. ઉપરાંત જે ગ્રામ પંચાયતની ચૂંટણી મુદત 31 માર્ચ 2022 પછી પુરી થાય છે તેવી અને જેની મુદત પુરી થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પણ ચૂંટણી યોજાશે. આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVM નો ઉપયોગ નહીં થાય. ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે. સાથે જ કોરોના ગાઈડલાઈન પ્રમાણે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. મળેલી માહિતી પ્રમાણે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. રાજ્ય સરકાર દ્વારા 153 ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી આપવામાં આવી છે. તો આ વખતે રાજ્યમાં નવી 191 ગામોમાં પંચાયત સ્થાપવાની મંજૂરી અપાઇ છે.

Next Story