Connect Gujarat
ગુજરાત

કોરોનાના કહેર વચ્ચે રાજ્યોએ ICU અને મેડીકલ સુવિધાઓ પર 20 ટકા પણ નથી કર્યો ખર્ચ, કેન્દ્ર સરકારે આપ્યા મોટા આદેશ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે રાજ્યોને જણાવ્યું કે તેમણે સામૂહિક રુપથી 23, 123 કરોડ રુપિયાના ઈમરજન્સી કોવિડ પ્રતિક્રિયા પેકેજ આઈઆઈ (ECRP-II)માંથી ફક્ત 17 ટકાથી વધારે ઉપયોગ કર્યો છે.

કોરોનાના કહેર વચ્ચે રાજ્યોએ ICU અને મેડીકલ સુવિધાઓ પર 20 ટકા પણ નથી કર્યો ખર્ચ, કેન્દ્ર સરકારે આપ્યા મોટા આદેશ
X

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે રાજ્યોને જણાવ્યું કે તેમણે સામૂહિક રુપથી 23, 123 કરોડ રુપિયાના ઈમરજન્સી કોવિડ પ્રતિક્રિયા પેકેજ આઈઆઈ (ECRP-II)માંથી ફક્ત 17 ટકાથી વધારે ઉપયોગ કર્યો છે.

કેન્દ્રીય મંત્રીમંડળના ગત વર્ષ ઓગસ્ટમાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધાર માટે મંજૂરી આપી હતી. માંડવિયાએ રાજ્યોને આગ્રહ કર્યો કે પૈસાનો અસરકારક રીતે ઉપયોગ થાય અને આઈસીયૂ, ઓક્સિઝન બેડની સંખ્યા વધારવામાં આવે. ભારતમાં 24 કલાકમાં કોરોના વાયરસના 27, 553 નવા મામલા મળ્યા અને સક્રિય મામલાની સંખ્યા 1.22 લાખ પહોંચ્યા બાદ ત્રીજી લહેરને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશમાં માત્ર એક અઠવાડિયામાં સંક્રમણમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. આ પુષ્ઠભૂમિમાં રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીઓ અને સ્વાસ્થ્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓની સાથે સમીક્ષા બેઠક કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે અન્ય દેશ પોતાને ત્યા આવેલ ગત કોરોના લહેરની સરખામણીએ કેસમાં 3-4 ગણો વધારો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે ભારતમાં પણ મામાલામાં ઉચ્ચા વૃદ્ધિ ચિકિત્સા પ્રણાલીને અસર કરી શકે છે. જેથી રાજ્યોએ પોતાના પ્રાથમિક ઢાંચામાં સુધાર માટે કોઈ કચાસ ન છોડવી જોઈએ જેથી ભારત કોરોનાના આ સંકટથી બચી શકે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઈસીઆરપી -II હેઠળ આઈસીયૂ બેડ, ઓક્સિઝન બેડ, પીડિયાટ્રિક આઈસીયૂ- એચડીયૂ બેડમાં વધારો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. તેમને ટેલી મેડિસિન અને ટેલી પરામર્શ માટે આઈટી ઉપકરણોનો અસરકારક રીતે ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો છે. નોંધનીય છે કે બીજી લહેરના અનુભવના આધાર પર 23, 056 આઈસીયૂ બેડ નિર્માણની યોજનાને મંજૂરી અપાઈ છે.

Next Story