Connect Gujarat
ગુજરાત

'અજીબ કિસ્સો', માતાના અવસાન પર આવવા નહીં દેતાં પતિએ માંગી લીધા પત્ની પાસે છૂટાછેડા

લગ્નના એક મહિનામાં જ પતિએ પત્નીથી છૂટાછેડા મેળવવા હાઇકોર્ટમાં અરજી કરી છે. તેણે એવી રજૂઆત કરી હતી કે, લગ્ન બાદ બંને હનીમૂન પર ગયા હતા.

અજીબ કિસ્સો, માતાના અવસાન પર આવવા નહીં દેતાં પતિએ માંગી લીધા પત્ની પાસે  છૂટાછેડા
X

લગ્નના એક મહિનામાં જ પતિએ પત્નીથી છૂટાછેડા મેળવવા હાઇકોર્ટમાં અરજી કરી છે. તેણે એવી રજૂઆત કરી હતી કે, લગ્ન બાદ બંને હનીમૂન પર ગયા હતા. દરમ્યાનમાં પતિની માતાનું અવસાન થતાં પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેની પત્નીએ જીદ કરીને તેમની અંતિમવિધમાં આવવા દીધો નહોતો. જેથી પત્નીની આ માનસિકતા તેને સેટ થાય તેમ નથી જેથી છૂટાછેડા માટે અરજી કરવામાં આવી છે.

અમદાવાદમાં પતિએ હાઇકોર્ટમાં લગ્નના એક મહિમાજ પત્નીથી છૂટાછેડા લેવા માટે અરજી કરી છે. પતિએ અરજીમાં રજૂઆત કરી હતી કે, તેની પત્ની છૂટાછેડા આપવા માટે તૈયાર નથી. લગ્ન બાદ તરત જ માતાની અંત્યેષ્ઠી મા પણ હાજર નહીં રહેવા દેતા પતિને પત્ની પરથી માન ઉતરી ગયું હતું. તે સતત અપરાધભાવ અનુભવતો હતો. પત્નીના લીધે માતાના અંતિમ દર્શન કરી શક્યો નહોતો. આવી સ્ત્રી સાથે લાંબો સમય રહી શકાય નહીં તેવી રજૂઆત કરી હતી. હાઇકોર્ટ પત્ની તરફે એડવોકેટ આ અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે, પત્નીને પતિની સાથે રહેવું છે તે પતિને છોડવા તૈયાર નથી. હાઇકોર્ટ એવો સવાલ કર્યો હતો કે, તમારા પતિ તમારી સાથે રહેવા ઇચ્છતા નથી છતાં તમે કેમ તેમની સાથે રહેવા માંગો છો? પત્ની તરફે એવો જવાબ આપવામાં આવ્યો હતો કે, એક ભવમાં બીજો ભવ કરી શકાય નહીં. અને તે પોતે ભણેલા નથી તેથી કમાઇ શકે તેમ પણ નથી તેથી પતિને છોડીને જઈશ નહીં. લગ્નના થોડા સમયમાં હનીમૂન પર ગયેલા દંપતીને પાછા આવવા પરિવારજનોએ કહેવા છતાં તેઓ માતાની અંત્યેષ્ઠી માં હાજર નહીં રહેતા પરિવારજનો નારાજ થયા હતા. તેમણે દીકરાને કહ્યું હતું કે, તેને પત્ની સાથે રહેવું હોય તો રહી શકે છે પરંતુ પરિવાર પુત્રવધૂને ક્યારે સ્વીકારી શકશે નહીં. જસ્ટિસ સોનિયા ગોકાણીની ખંડપીઠે પતિ-પત્નીને રૂબરૂ હાજર રહેવા આદેશ કર્યો છે. બન્ને વચ્ચે સમાધાનનો પ્રયાસ કર્યા બાદ કોર્ટે નિર્ણય લેશે.

Next Story