Connect Gujarat
ગુજરાત

સુરત : 3 લૂંટારુએ મની ટ્રાન્સફરના કર્મચારી પાસેથી રૂ. 28 લાખ ભરેલી બેગ તફડાવી, જુઓ CCTV ફૂટેજ

સુરત શહેરના ઉધના વિસ્તારમાં ધોળા દિવસે બાઈક પર જઈ રહેલા મની ટ્રાન્સફરના કર્મચારી પાસેથી બાઈક પર આવેલા 3 લૂંટારુઓ રૂપિયા 28 લાખ ભરેલી બેગ ઝૂંટવીને ફરાર

X

ઉધનામાં ધોળા દિવસે મની ટ્રાન્સફરનો કર્મચારી લૂંટાયો

બાઈક સવાર 3 લૂંટારુઓએ ચલાવી રૂ. 28 લાખની લૂંટ

CCTV ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાય

સુરત શહેરના ઉધના વિસ્તારમાં ધોળા દિવસે બાઈક પર જઈ રહેલા મની ટ્રાન્સફરના કર્મચારી પાસેથી બાઈક પર આવેલા 3 લૂંટારુઓ રૂપિયા 28 લાખ ભરેલી બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ઉધના પોલીસ સહિત સુરત ક્રાઈમ બ્રાન્ચ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

પોલીસે ભોગ બનનાર જગદીશ ચોક્સીની પૂછપરછ કરતાં સગરામપુરામાં સાઈ સિટી અને સાઈ સમર્થથી મની કલેક્શન અને મની ટ્રાન્સફરનું કામ કરે છે. જે બપોરના સમયે ઓફિસથી નીકળી ઉન, સચિન, ભેસ્તાન અને પાંડેસરાના ડિલરો પાસેથી મની કલેક્શન કરી ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમ્યાન તેઓ બાઈકમાં પેટ્રોલ પુરાવવા માટે સર્વિસ રોડ પર જઈ બાઈક ધીમી કરી હતી, ત્યારે પાછળથી બાઈક પર આવેલ 3 સવારો જગદીશ ચોક્સીની હાથમાંથી બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા, ત્યારે હાલ તો પોલીસે નજીકમાં લાગેલા CCTV ફૂટેજ તપાસી ત્રણેય લૂંટારુઓને વહેલી તકે ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

Next Story