Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ગેરકાયદેસર 3 પીસ્ટલ સાથે 2 શખ્સો LCB પોલીસના હાથે ઝડપાયા...

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને મુળી તાલુકામાંથી ગેરકાયદેસર હથિયાર સાથે 2 શખ્સો LCB પોલીસના હાથે ઝડપાયા છે.

સુરેન્દ્રનગર : ગેરકાયદેસર 3 પીસ્ટલ સાથે 2 શખ્સો LCB પોલીસના હાથે ઝડપાયા...
X

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને મુળી તાલુકામાંથી ગેરકાયદેસર હથિયાર સાથે 2 શખ્સો LCB પોલીસના હાથે ઝડપાયા છે.

મળતી માહિતી અનુસાર, લીંબડી અને મુળી તાલુકામાંથી ગેરકાયદેસર હથિયાર સાથે બે શખ્સો ફરતા હોવાની LCB પોલીસને બાતમી મળી હતી, ત્યારે LCB પોલીસની ટીમે મુળી તાલુકાના રામપરડા ગામના અજય કરપડાને પીસ્ટલ સાથે ઝડપી તેની પૂછપરછ કરતા તેણે આ પીસ્ટલ લીંબડીના જયેશ પરમાર પાસેથી ખરીદી હોવાની કબુલાત આપી હતી. LCB પોલીસે બાતમીના આધારે લીંબડી બસ સ્ટેશન પાસેથી જયેશ પરમારને પણ એક પીસ્ટલ સાથે દબોચી લીધો હતો. પોલીસે બન્ને શખ્સો પાસેથી દેશી હાથ બનાવટની કુલ 3 પીસ્ટલ મળી રૂ. 60 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બન્ને શખ્સો વિરૂદ્ધ પોલીસે આર્મ્સએક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story