સુરેન્દ્રનગર : ભોગાવો નદીમાંથી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો નદીમાં આવેલા કુવામાંથી અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો નદીમાં આવેલા કુવામાંથી અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીને મોંઢા પર પ્લાસ્ટીકની થેલી બાંધેલી તેમજ હાથ અને પગ કાપડના કટકા વડે બાંધેલા જોવા મળ્યા હતાં. આથી પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી યુવતીની આેળખ મેળવવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર બિનવારસી મૃતદેહ મળી આવતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લો ગુનેગારો માટે રેઢુ પડ બની ગયો હોય તેમ ફરી એકવાર હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. લીંબડી ભોગાવો નદીમાં આવેલા કુવામા યુવતીનો મૃતદેહ તરતો જોવા મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતા લીંબડી પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. સ્થાનિકો અને તરવૈયાની મદદથી યુવતીનો મૃતદેહને બહાર કાઢતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે યુવતીના મોંઢાના ભાગે પ્લાસ્ટિકની થેલી તેમજ યુવતીના હાથ પગ કાપડના કટકા વડે બાંધેલા જોવા મળ્યા હતાં. તેમજ મૃતદેહને કુવામાં ડુબાડવા માટે યુવતીની લાશ સાથે રેતી ભરેલી થેલી પણ બાંધેલી જોવા મળી હતી. પ્રથમ દ્રષ્ટિએ જ હત્યા કરી મૃતદેહને કુવામાં ફેંકી દીધી હોવાનું જણાય આવતુ હતુ. આથી પોલીસે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમાટે રાજકોટ મોકલી આપ્યો હતો. હત્યારાઆેએ યુવતીની કોઇ પણ જાતની આેળખ મળે તેવા પુરાવા પણ રહેવા દીધા નથી તેમજ પાણીમાં મૃતદેહ કોહવાઇ જવાના કારણે પણ પોલીસ માટે યુવતીની આેળખ મેળવવી એક પડકાર બની ગયો છે. ત્યારે લીંબડી ડીવાયએસપી દ્વારા સુરેન્દ્રનગર ક્રાઇમબ્રાંન્ચ, એસઆેજી અને લીંબડી પોલીસ સહીતની પોલીસની અલગ અલગ ટીમો બનાવી યુવતીની આેળખ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે લાશનો ભેદ ક્યારે ઉકેલાશે તે જોવુ રહ્યું.
અંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTરૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMT
આણંદ: સોજીત્રા ગામે ભયંકર અકસ્માત 5 લોકોના મોત, કાર,બાઈક અને રીક્ષા...
11 Aug 2022 4:20 PM GMTઅમદાવાદ : ભાઈ વિનાની બહેનો માટે વટવા પોલીસની પહેલ, જુઓ રક્ષાબંધનના...
11 Aug 2022 1:21 PM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMTશ્રાવણી પુનમ નિમિત્તે સુરત અને ભરૂચમાં ભુ દેવોએ ધારણ કર્યા નવા...
11 Aug 2022 11:50 AM GMTસુરત : રક્ષાબંધન પર્વને લઈ સુરત મનપાની બહેનોને ભેટ, BRTS અને સીટી...
11 Aug 2022 11:44 AM GMT