Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ભણવાની ઉંમરે મોજશોખ માટે બાઇકચોરીના રવાડે ચઢેલો યુવાન 5 ચોરાઉ બાઇક સાથે ઝડપાયો...

સુરેન્દ્રનગર : ભણવાની ઉંમરે મોજશોખ માટે બાઇકચોરીના રવાડે ચઢેલો યુવાન 5 ચોરાઉ બાઇક સાથે ઝડપાયો...
X

સુરેન્દ્રનગર એલસીબી પોલીસે લીંબડીના યુવાનને ચોરી કરેલા 5 બાઇક સાથે ઝડપી લીધો હતો. મોજશોખ માટે રૂપિયાની જરૂર હોય અને ગેરેજમાં કામ કરતા આ યુવાન બાઇક ચોરીના રવાડે ચડી ગયો હોવાની પ્રાથમિક વિગતો પોલીસની પુછપરછમાં બહાર આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને ચુડા તાલુકામાં છેલ્લા 7 માસમાં જ 4 બાઇકની ઉઠાંતરી થતાં પોલીસે બાઇક ચોરને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં સુરેન્દ્રનગર LCB પોલીસ ટીમે જે સ્થળેથી બાઇક ચોરાયા હતા તે સ્થળની આસપાસના સીસીટીવી ફુટેજ ચેક કરતા એક યુવાનની હીલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે યુવાનની આેળખ મેળવતા લીંબડીમાં રહેતો 19 વર્ષીય યોગેશ મેટાલીયા હોવાની વિગતો બહાર આવતા પોલીસે યોગેશની કડક પુછપરછ હાથ ધરતા લીંબડી, ચુડા અને બોટાદમાંથી પાંચ બાઇક ચોરી હોવાની કબુલાત કરી હતી. અને ચોરી કરેલા બાઇક ઓછી કીંમતમાં વેચી દીધા હતા. આથી પોલીસે તમામ 5 ચોરીના બાઇક કિંમત રૂપિયા 1,05,000/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. માત્ર 19 વર્ષની ઉંમરના આરોપી યોગેશની પુછપરછ કરવામાં આવતા જણાવ્યું હતુ કે, તે પોતે ગેરેજમાં કામ કરતો હોય અને પુરતી આવક ન હોવાથી મોજશોખ કરવા માટે બાઇક ચોરી કરવાની શરૂઆત કરી હતી. ચોરી કરેલા બાઇક ઓછી કીંમતમાં વેચી તેમાંથી આવતા રૂપિયામાંથી મોજશોખ પુરા કરતો હોવાની કબુલાત કરી હતી. ભણવાની અને જીંદગીમાં કાંઇક કરી છુટવાની ઉંમરે માત્ર મોજશોખ માટે બાઇકચોરીના રવાડે ચઢેલા આ યુવાનનો કિસ્સો આજના જમાનામાં દરેક મા-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો છે.

Next Story