Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : આફ્રિકામાં વેક્સિનના બન્ને ડોઝ લઈને લીંબડી આવેલા યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, તંત્રમાં દોડધામ...

સેન્ટ્રલ આફ્રિકાના લો-રિસ્ક કન્ટ્રીથી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ફિદાઈબાગ વિસ્તારમાં આવેલા યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

સુરેન્દ્રનગર : આફ્રિકામાં વેક્સિનના બન્ને ડોઝ લઈને લીંબડી આવેલા યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, તંત્રમાં દોડધામ...
X

સેન્ટ્રલ આફ્રિકાના લો-રિસ્ક કન્ટ્રીથી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ફિદાઈબાગ વિસ્તારમાં આવેલા યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. એમિક્રોન વેરિઅન્ટની દહેશતને પગલે કોવિડ પોઝિટિવ યુવાનનું સેમ્પલ ગાંધીનગર મોકલી દેવામાં આવ્યું છે. જેનો રિપોર્ટ આજે આવી જવાની શક્યતા સેવાઈ રહી છે. કોવિડ પોઝિટિવ યુવાનને સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. તેના પરિવારના 6 સભ્યો 2 ભાડૂઆતીને હોમ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. ફિદાઈબાગ વિસ્તારના 50 ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે.

લીંબડી ફિદાઈબાગ વિસ્તારના શૌકતઅલી સુરાણી છેલ્લા ઘણા વર્ષોથી સેન્ટ્રલ આફ્રિકાની કોમ્બો કન્ટ્રીમાં વસવાટ કરે છે. તા. 24 નવેમ્બરે શૌકતઅલી આફ્રિકાથી ભારત આવવા નીકળ્યા હતા. તા. 27 નવેમ્બર મુંબઈ અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ પર ઉતરણ કર્યાં બાદ તેઓ વતન આવ્યા હતા. લીંબડી આવ્યા પછી 6 દિવસ સુધી શૌકતઅલી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રહેતા સગા-સંબંધી, મિત્રોના સંપર્કમાં આવ્યા હતા. આફ્રિકામાં એમિક્રોન વાયરસનો ભરડો વધુ હોવા છતાં શહેરમાં બિન્દાસ ફરતા યુવાન વિશે લીંબડી આરોગ્ય તંત્રને સ્થાનિકોએ જાણ કારી હતી. લીંબડી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. જયમીન ઠાકર ટીમ સાથે શૌકતઅલીનો RTPCR કરતાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું. એમિક્રોન વેરિઅન્ટની દહેશતને પગલે યુવાનનું સેમ્પલ ગાંધીનગર મોકલી દેવામાં આવ્યું છે. જેનો રિપોર્ટ આજે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોગ્ય ટીમે કોરોના પોઝિટિવના પરિવારના 6 સભ્યો અને 2 ભાડૂઆતનાં સેમ્પલ લઈ તેમને હોમ ક્વોરન્ટાઈન કરી દીધાં હતા. ફિદાઈબાગ વિસ્તારના 50 ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરી લોકોને સચેત કરી દેવામાં આવ્યા હતા. કોરોનાના એસિન્ટમ ધરાવતા શૌકતઅલીને લીંબડી સિવિલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. સાથે શૌકતઅલીના કોન્ટ્રેકમાં આવેલા લોકોનું ટ્રેસિંગ હાથ ધરી દેવામાં આવ્યું છે. આફ્રિકામાં વેક્સિનના બન્ને ડોઝ લીધાં હોવા છતાંય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. શૌકતઅલી શુરાણીએ આફ્રિકામાં એક્સ્ટ્રાજેનિક વેક્સિનના બન્ને ડોઝ લીધા હતા. ભારતમાં આવતાં પહેલા તેને RTPCR રિપોર્ટ કરાવ્યો હતો તે નેગેટિવ આવ્યો હતો. દેશમાં આવ્યાં પછી છઠ્ઠા દિવસે તે કોરોના રિપોર્ટ પોઝિટિવ બન્યો હતો. આફ્રિકા જેવા હાઈરિસ્ક દેશથી લીંબડી આવેલા ભાઈ વિશે હેલ્થ વર્કર બહેને આરોગ્ય વિભાગને જાણ કરી નહોતી. શૌકતઅલીની બહેન લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે. આફ્રિકામાં એમિક્રોન વેરિઅન્ટે હાહાકાર મચાવી દીધો છે. અનેક દેશોએ આફ્રિકા સાથે આવાગમનના સંબંધ હાલ પૂરતાં તોડી નાખ્યાં છે. છતાંય આફ્રિકા જેવા હાઈરિસ્ક દેશથી લીંબડી આવેલા ભાઈ અંગે હેલ્થ વર્કર બહેને આરોગ્ય વિભાગને જાણ કરી નહોતી. કોરોના પોઝિટિવ યુવાન મોરબી વ્યવહારિક પ્રસંગમાં જવાનો હતો. શૌકતઅલી 2થી 3 દિવસમાં મોરબી વ્યવહારિક પ્રસંગે મોરબી જવાનો હતો. હેલ્થ વર્કર બહેને તો છૂપાવ્યું હતું. પરંતુ સ્થાનિકોએ સતર્કતા દાખવી શૌકતઅલી આફ્રિકાથી આવ્યો હોવાની જાણકારી આરોગ્ય વિભાગને આપી હતી. જેનાથી સમય રહેતા તેનો રિપોર્ટ કરી દેવામાં આવ્યો હતો. આશંકા હતી તે પ્રમાણે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શૌકતઅલી મોરબી પ્રસંગમાં પહોંચી ગયો હતો, તો કેટલા લોકો કોરોના સંક્રમિત બન્યા હતા.

Next Story