Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ગોવાળોની પાછળ ગાયો દોડાવી લેવાય છે નુતન વર્ષના વધામણાં

બેસતા વર્ષના દિવસે ગોવાળો પાછળ દોડાવાય છે ગાયો વિજેતા બનેલાં ગોવાળનું કરવામાં આવે છે સન્માન

સુરેન્દ્રનગર : ગોવાળોની પાછળ ગાયો દોડાવી લેવાય છે નુતન વર્ષના વધામણાં
X

હીંદુ સમાજના નુતન વર્ષનો પ્રારંભ થઇ ચુકયો છે ત્યારે અમે તમને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને ધામા ગામમાં નવા વર્ષની ઉજવણી બતાવવા જઇ રહયાં છે. આવો જોઇએ કે બંને ગામોમાં ઉજવણીની વિશેષતા શું છે..

જુઓ વિડિયો :- સુરેન્દ્રનગર : ગોવાળોની પાછળ ગાયો દોડાવી લેવાય છે નુતન વર્ષના વધામણાં

કચ્છ અને સૌરાષ્ટ્ર પંથક વિવિધ તહેવારોની અનોખી ઉજવણી માટે જાણીતાં છે. કોઇ પણ તહેવાર સાથે અલગ અલગ પ્રથા કે પરંપરા જોડાયેલી હોય છે. ઝાલાવાડ પંથકમાં 150 વર્ષથી નુતન વર્ષની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. નુતન વર્ષના દિવસે લોકો એકમેકને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે અને પછી ગામમાં શરૂ થાય છે ગાયો અને ગોવાળો વચ્ચેની હરીફાઇ... નુતન વર્ષના દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના રણકાંઠા વિસ્તારમાં આવેલા પાટડી અને ધામા ગામમાં લોકોમાં ભારે ઉત્સાહ હોય છે.

બેસતા વર્ષના દિવસે સવારે 10 વાગે ગામની વિવિધ કોમના આગેવાનો ભેગા થઇ નવા વર્ષની ખેતીના લેખા જોખા તથા ગ્રામ વિકાસની ચર્ચા કરે છે જેને ગામેરુ કહેવામાં આવે છે. ત્યારબાદ ગામલોકો વાજતે ગાજતે ગામની પાદરમાં પહોંચે છે અને સમગ્ર વાતાવરણ હર્ષની ચિચિયારીઓથી ગુંજી ઉઠે છે. માલધારી સમાજના ગોવાળાના ઝુંડ પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવે છે. ગાયોને ફટાકડા ફોડીને ઉશ્કેરવામાં આવે ત્યારે આ ગોવાળો અદ્ભૂત સંયમથી ગાયોને કંટ્રોલ કરે છે. બેસતા વર્ષના દિવસે ભાવીક ગ્રામજનો ફાળો ઉઘરાવીને ગાયોને ઘાસચારો પણ ખવડાવે છે.

આ અનોખી ગાય-દોડ સ્પર્ધામાં પુરઝડપે દોડતી ગાયો આગળ દોડતો ગોવાળ પડી જતા ગાયોનું આખુ ધણ એ નીચે પડેલા ગોવાળ ઉપરથી પસાર થઇ જવા છતા અતૂટ શ્રધ્ધાને લીધે એ ગોવાળને ઊની આંચ સુધ્ધા આવતી નથી.ગોવાળ સાથે ગાયોની દોડ સ્પર્ધા બાદ એ દોડતી ગાયોના પગના નિશાનની રજને માલધારી સમાજની મહિલાઓ માથે ચઢાવી ધન્યતા અનુભવે છે.

Next Story