Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના જીવદયા પ્રેમીએ કર્યું છે 10 હજારથી વધુ સરિસૃપોનું રેસક્યું

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના જીવદયા પ્રેમીએ કર્યું છે 10 હજારથી વધુ સરિસૃપોનું રેસક્યું
X

આજે નાગ પાંચમ છે. લોકો નાગને દેવતા માને છે. ખાસ કરીને આજના દિવસે પરંપરાગત રીતે તેને શ્રીફળ વધેરે છે, તેમજ દૂધ પીવડાવી તલવટ પણ ધરાવે છે. પણ જો કોઈના ઘરે કે, ઓફીસ અથવા વાડી, ખેતરમાં જો સાચા સર્પના દર્શન થાય તો માણસ ગભરાઈ જાય છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં રહેતા હેમંત દવે છેલ્લા ઘણા વર્ષોથી કોઈપણ વન્ય જીવજંતુ જેવા કે, સાપ કે અજગર સહિતના કોઈ પણ ઝેરી કે, બિન ઝેરી જીવજંતુને પકડી તેને તેના અનુકૂળ વાતાવરણમાં છોડી મૂકે છે.

જીવદયા પ્રેમી હેમંત દવે પોતે પણ વન્યજીવ જંતુને બચાવવા માટે આ સેવાકીય પ્રવુતિ કરી રહ્યાં છે. ખાસ કરીને ચોમાસાની સીઝનમાં સાપ કે, પછી તેની કોઈ પ્રજાતિ જેવી કે, કાળોતરો, ખડચિતળો અન્ય કોઇ જીવજંતુ વધુ નીકળે છે. તેમ જ હાલમાં ગ્લોબલ વોર્મિંગની અસર વધી રહી છે. જેને લીધે વન્યજીવને પણ તકલીફ થાય છે, ત્યારે તેને બચાવવા તે આપણી ફરજ છે. માટે હેમંત દવે પણ ઘુડખર અભ્યારણ્યના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર સહિત આજુબાજુના ગામડાઓમાં જઈને સરિસૃપોના બચાવ કાર્ય કરે છે.

છેલ્લા 10 વર્ષથી હેમંત દવે આ કાર્ય કરી રહ્યા છે. અત્યાર સુધીમાં હેમંત દવેએ 10,000થી વધુ રેસ્ક્યુ કર્યા છે. આજુબાજુના ગામડામાં કોઈ જીવજંતુ નીકળે, ત્યારે હેમંત દવે તરત જઈને આ કાર્ય કરે છે. જે લોકોના ઘરે સાપ અથવા કોઈ ઝેરી કે, બીન ઝેરી જીવજતું નીકળે છે, ત્યારે તે લોકો ખૂબ જ ભયભીત હોય છે. તેવામાં હેમંત દવે પોતે તે સ્થળે જઈને આવા જીવજંતુને પકડી લે છે. તો સાથે જ વન્ય જીવથી ગભરાઈને તેને મારવું નહીં પણ તેનાથી સલામતી રાખવી તે માટે પણ હેમંત દવે લોકોને સલાહ આપી રહ્યા છે.

Next Story