Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: ઝીંઝુવાડામાં એક જ કોમના બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ, પાંચ લોકો ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે એક જ કોમના લોકો વચ્ચે ઘરની આગળ ઉભા રહેવા બાબતે બોલાચાલી થયા બાદ સશસ્ત્ર જુથ અથડામણમાં લાકડી, ધોકા અને પાઇપ વડે થયેલા હુમલામાં પાંચથી વધુ લોકોને ઇજાઓ પહોંચતા એમને સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા

સુરેન્દ્રનગર: ઝીંઝુવાડામાં એક જ કોમના બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ, પાંચ લોકો ઈજાગ્રસ્ત
X

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે એક જ કોમના લોકો વચ્ચે ઘરની આગળ ઉભા રહેવા બાબતે બોલાચાલી થયા બાદ સશસ્ત્ર જુથ અથડામણમાં લાકડી, ધોકા અને પાઇપ વડે થયેલા હુમલામાં પાંચથી વધુ લોકોને ઇજાઓ પહોંચતા એમને સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા. આ ઘટના બાદ બંને બાજુ સામસામે કુલ 23 લોકો સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

ઝીંઝુવાડા ગામના ઇશુભા મેતુભા ઝાલાએ ઝીંઝુવાડા ગામના જાલમસિંહ રણધીરસિંહ ઝાલા, જયપાલસિંહ પ્રવિણસિંહ સોલંકી, બકો ઉર્ફે અનોપસિંહ કનુભા, છત્રુભા દિલુભા ઝાલા, કનુભા કશુભા ઝાલા, રણધિરસિંહ કુબેરસિંહ ઝાલા, ઉપેન્દ્રસિંહ રણધિરસિંહ, જયેન્દ્રસિંહ કનુભા ઝાલા, ઝેણુભા કુબેરસિંહ ઝાલા અને ભરતસિંહ દિલીપસિંહ ઝાલા સહિત કુલ 10 શખ્સો વિરુદ્ધ ઝીંઝુવાડા પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરીયાદમાં જણાવ્યાનુસાર ઇશુભા અને મેતુભા ઝાલાના ઘરની આગળ લિંબડા નીચે ઝાલમસિંહ રણધીરસિંહ ઝાલા ઉભેલા હોઇ એમના વચ્ચે બોલાચાલી થતા આ ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા જાલમસિંહ રણધિરસિંહ ઝાલા સહિતના શખ્સો લાકડી અને ધોકા વડે તૂટી પડતા 3 લોકોને ઇજાઓ પહોંચતા એમને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે ઝીંઝુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે પાટડી સરકારી દવાખાને લઇ જવાયા હતા.

જ્યારે સામા પક્ષે શૈલેન્દ્રસિંહ ઝેણુભા ઝાલાએ ઝીંઝુવાડા ગામના મેતુભા કલ્યાણસિંહ ઝાલા, ઇશુભા મેતુભા ઝાલા, પુનભા ઉર્ફે મુન્નો બચુભા ઉર્ફે નટવરસિંહ ઝાલા, કિશનસિંહ જેણુભા ઝાલા, કિર્તીસિંહ ઉર્ફે કાળુભા તખુભા ઝાલા, કુલદિપસિંહ ઉર્ફે બાબર મહેન્દ્રસિંહ ઝાલા, કુલદિપસિંહ વિક્રમસિંહ ઝાલા, સુરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ કલ્યાણસિંહ ઝાલા, રામભા ઉર્ફે મુન્નો મહેન્દ્રસિંહ ઝાલા, જગદિશસિંહ ઉર્ફે લાલો જેણુભા ઝાલ‍ા, ભાવુભા રાજભા ઝાલા અને રાજેન્દ્રસિંહ ઉર્ફે ભાણો વિક્રમસિંહ વાઘેલા મળી કુલ 13 શખ્સો સામે ઝીંઝુવાડા પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરીયાદમાં જણાવ્યાનુસાર ઘરની બહાર ઉભા રહેવા બાબતે સામાન્ય બોલાચાલી બાદ આ ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા 13 શખ્સો લાકડી, ધોકા અને પાઇપ વડે તૂટી પડતા ઝાલમસિંહ રણધીરસિંહ ઝાલાને માથામાં ઇજાઓ પહોંચતા માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા. જ્યારે જયપાલસિંહ પ્રવિણસિંહ ઝાલાને પણ માથામાં ઇજાઓ પહોંચતા એમને પણ માથામાં બે ટાંકા આવ્યા હતા. એમને વધુ સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા.

આ બનાવ અંગે ઝીંઝુવાડા પોલીસે સામસામે પોલીસ ફરીયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ઝીંઝુવાડા પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઇ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યાં છે.

Next Story