Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : શિવમંદિરમાં ગુપ્તધન મેળવવાની લાલચમાં તોડફોડ કરનાર પાંચ શખ્સો ઝડપાયા

1200 વર્ષ કરતા વધુ પૌરાણિક શિવ મંદિરમાં નંદી અને શિવલિંગ નીચે ગુપ્ત ધન હોવાની આશંકાએ ખોદકામ કર્યું હતું..

સુરેન્દ્રનગર : શિવમંદિરમાં ગુપ્તધન મેળવવાની લાલચમાં તોડફોડ કરનાર પાંચ શખ્સો ઝડપાયા
X

1200 વર્ષ કરતા વધુ પૌરાણિક શિવ મંદિરમાં નંદી અને શિવલિંગ નીચે ગુપ્ત ધન હોવાની આશંકાએ ખોદકામ કર્યું હતું..

સુરેન્દ્રનગર જિલ્લાના થાનના જામવાડી ગામે આવેલા શિવમંદિરમાં ગુપ્તધન મેળવવાની લાલચમાં તોડફોડ કરનાર પાંચ શખ્સો ઝડપાઈ ગયા છે. 1200 વર્ષ કરતા વધુ પૌરાણિક શિવમંદિરમાં નંદી અને શિવલિંગ નીચે ગુપ્ત ધન હોવાની આશંકાએ ખોદકામ કર્યું હતુ. સુરેન્દ્રનગર એલસીબી અને એસઓજી ટીમે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચોટીલાના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.

10 શખ્સો તોડફોડ કરવામાં સામેલ હોવાની વિગતો બહાર આવી છે જ્યારે પાંચ શખ્સો હજુ પણ પોલીસ પકડથી દુર હોવાની વિગતો બહાર આવી છે. જેમાં ફરાર પાંચ શખ્સો પૈકી 3 શખ્સો ચોટીલાના અને એક શખ્સ સાયલાનો જ્યારે એક શખ્સ બહુચરાજીનો રહેવાસી હોવાનું ખુલ્યું છે. પોલીસ તપાસમાં સાયલા તાલુકાના શખ્સને મંદિરમાં ગુપ્ત ધન હોવાનું સપનું આવતા ખોદકામ કર્યું હોવાની કબુલાત કરી છે. વધુમાં પકડાયેલા આરોપીઓએ સતત ચાર દિવસ રાત્રીના સમયે ખોદકામ બાદ કાંઇ ન મળ્યું હોવાની પણ કબુલાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, જામવાડી ગામમાં આવેલા 1200 વર્ષ જૂના મુનીની દેરી નામે ખોળખાતા શિવમંદિરમાં શિવલીંગ અને પોઠીયાને દૂર કરીને ખોદકામ કરવામાં આવતા અનેક રહસ્યો ઘેરાયા હતા. આ મંદિરમાં ગુપ્ત ધન હોવાની આશંકાએ ખોદકામ કરવામાં આવ્યુ હોવાની હાલ શંકા સેવાઇ રહી હતી.

આ શિવમંદિર 1200થી વધુ વર્ષ પ્રાચીન છે અને પુરાતત્વથી રક્ષીત જાહેર કરવામાં આવ્યુ છે. સામાન્ય રીતે લોકોની ખુબ ઓછી અવર જવર ધરાવતા આ મંદિરમાં આવેલા શિવલીંગમાં તોડફોડ કરીને શિવલીંગની જગ્યાએ ખાડો ખોદી દેવામાં આવ્યો હતો. આટલુ જ નહી પરંતુ મંદિરની બહાર જયા પોઢીયાની સ્થાપના કરવામાં આવી હતી તે પોઢીયાને બાજુમાં મુકીને તેની જગ્યાએ 5 થી 6 ફુંટનો ખાડો કરી દેવામાં આવ્યો હતો.

આ વાતની જાણ થતા થાન પીઆઇ એમ.પી.ચૌધરી અને મામલતદાર હાર્દિક મકવાણા સહિતની ટીમ જામવાળી ગામે દોડી પહોચ્યા હતા અને ઘટનાનું નીરીક્ષણ કર્યુ હતુ. મંદિરમાં ગુપ્ત ધન હોવાની આશંકાએ ખોદકામ કરવામાં આવ્યુ હોવાનું માનવામાં આવી રહયુ છે પરંતુ ખોદકામ કરનાર કોણ છે અને તેમને કોઇ કિંમતી વસ્તુ મળી કે નહી તે અંગે હજુ પણ રહસ્ય અકબંધ રહયુ છે. સુરેન્દ્રનગર એલસીબી અને એસઓજી ટીમે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચોટીલાના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. તોડફોડ કરવામાં કુલ 10 શખ્સો સામેલ હોવાની વિગતો બહાર આવી છે જેમાં પાંચ શખ્સો હજુ પણ પોલીસ પકડથી દુર હોવાની માહિતી છે. ફરાર પાંચ શખ્સો પૈકી 3 શખ્સો ચોટીલાના અને એક શખ્સ સાયલાનો જ્યારે એક શખ્સ બહુચરાજીનો રહેવાસી હોવાનું ખુલ્યું છે. પોલીસ તપાસમાં સાયલા તાલુકાના શખ્સને મંદિરમાં ગુપ્ત ધન હોવાનું સપનું આવતા ખોદકામ કર્યું હોવાની કબુલાત કરી છે. વધુમાં પકડાયેલા આરોપીઓએ સતત ચાર દિવસ રાત્રીના સમયે ખોદકામ બાદ કાંઇ ન મળ્યું હોવાની પણ કબુલાત કરી છે.

Next Story