Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : સવલાસમાં છેલ્લા 1 માસથી વરસાદી પાણીનો ભરાવો, સ્થાનિકોમાં રોગચાળાનો ભય

એક માસથી વરસાદી પાણીનો ભરાવો થતાં તાવ અને ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળાએ માઝા મૂકી

સુરેન્દ્રનગર : સવલાસમાં છેલ્લા 1 માસથી વરસાદી પાણીનો ભરાવો, સ્થાનિકોમાં રોગચાળાનો ભય
X

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સવલાસ ગામે છેલ્લા એક માસથી વરસાદી પાણીનો ભરાવો થતાં તાવ અને ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળાએ માઝા મૂકી છે, ત્યારે તંત્ર દ્વારા તાકીદે આ વરસાદી ગંદા પાણીનો નિકાલ કરાય એવી ગ્રામજનોની વ્યાપક માંગ ઉઠાવી છે.

પાટડી તાલુકાના સવલાસ ગામે વરસાદી પાણીનો ભરાવો થતાં અવરજવર માટનો મુખ્ય રસ્તો પાણીથી છલકાય ઉઠ્યો છે. ગામ તળાવે મહિલાઓને કપડા ધોવા જવા, સ્મશાને જવાનો, અનાજ દળવાની ઘંટીએ જવાનો, શાકભાજી લેવા કે, ખેતરે જવા મહિલાઓ સહિતના ગ્રામજનોએ ગંદા પાણી કે, પારાવાર ગંદકી તથા કીચડમાંથી પસાર થવાની નોબત આવી છે. વધુમાં આ રહેણાંક વિસ્તાર હોવાથી અહીં પારાવાર ગંદકી અને ગંદા પાણીના ઉપદ્રવના લીધે મચ્છરનો ઉપદ્રવ વધતા તાવ અને ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળાએ માઝા મૂકી છે. જોકે, છેલ્લા એક માસથી ભરાયેલા આ ગંદા વરસાદી પાણીના ભરાવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે તંત્ર દ્વારા તાકીદે આ વરસાદી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોએ વ્યાપક માંગ ઉઠાવી છે.

Next Story