Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : લીંબડી-સાયલા હાઇવે પર ભારદારી વાહનોમાંથી લોખંડના સળીયા ચોરતી ગેંગ ઝડપાય

સુરેન્દ્રનગર : લીંબડી-સાયલા હાઇવે પર ભારદારી વાહનોમાંથી લોખંડના સળીયા ચોરતી ગેંગ ઝડપાય
X

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-સાયલા નેશનલ હાઇવે પર મોરવાડ ગામના પાટીયા નજીક આવેલ હોટલના કમ્પાઉન્ડમાંથી લોખંડના સળીયા ચોરતી ગેંગના સાગરીતો પોલીસના હાથે ઝડપાય ગયા હતા.

મળતી માહિતી અનુસાર, મોરવાડ ગામના પાટીયા નજીક આવેલ હોટલના કમ્પાઉન્ડમાંથી મોટા પાયે લોખંડના સળીયાની ચોરી થતું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. જેમાં લોખંડના સળીયાઓ ગેસ કટરથી કાપી અને ચોરી કરી હોટલના પાજળના ભાગે સળીયા ચોરી કરતી ગેંગના સાગરીતો છુપાવવા હતા. જોકે, પોલીસે દરોડા કરતા ગેસ કટરથી સળીયા કાપતા 4 આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે 4 આરોપીઓને ગેસ કટર, ગેસનો બોટલ, લોખંડના સળીયા સહિત રૂપીયા 48.84 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ કરતાં હોટલ માલીક દ્વારા હોટલના કમ્પાઉન્ડમાં લોખંડ ભરેલ ટેઇલરોને રાત્રિ રોકાણ કરાવી અને ડ્રાઇવરોની મીલી ભગતથી લોખંડના સળીયા સહિતના સરસામાનની ચોરી કરાવતા હોવાનું બહાર આવ્યું છે. હાલ તો પોલીસે હોટલ માલીક પુરણસિંહ રાજસ્થાની, ગુરપીતસિંહ, બલવિન્દરસિંહ અને સાહીલકુમારની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

Next Story