Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : નાયીકાદેવી ફિલ્મના ડાયરેક્ટર-અભિનેત્રીની ઉપસ્થિતિમાં ઝાલાવાડ એગ્રી એક્સ્પો-2022 યોજાયો

નાયીકાદેવી ફિલ્મના ડાયરેક્ટર તેમજ મુખ્ય રોલ નાયીકાદેવીનું પાત્ર ભજવનાર ખુશી શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગર : નાયીકાદેવી ફિલ્મના ડાયરેક્ટર-અભિનેત્રીની ઉપસ્થિતિમાં ઝાલાવાડ એગ્રી એક્સ્પો-2022 યોજાયો
X

સુરેન્દ્રનગર શહેરના મેડિકલ હોલ ખાતે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેન્ડ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા ઝાલાવાડ એગ્રી એક્સ્પો-2022 લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાયીકાદેવી ફિલ્મના ડાયરેક્ટર તેમજ મુખ્ય પાત્ર ભજવનાર અભિનેત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના ઉદ્યોગોનો ધંધાકીય વિકાસ થાય તે માટે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં તથા સમગ્ર જિલ્લામાં ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાનાથી લઈને મોટા વેપારીઓના સંપર્કમાં રહી પડતી ધંધાકીય મુસીબત તેમજ સમસ્યાનું નિરાકરણ આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે આ વર્ષે ઝાલાવાડ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા ધંધાકીય વિચારણા ઉપરાંત ખેતીવાડીનો વિકાસ થાય તે બાબતે પણ આગળ વધવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

ઝાલાવાડના ખેડૂતો સતત આગળ વધે તેવા પ્રયાસો ઝાલાવાડ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. તેવા સંજોગોમાં ઝાલાવાડ એગ્રી એક્સ્પો-2022 લોન્ચ કરવામાં આવ્યો હતો, ત્યારે સુરેન્દ્રનગર ખાતે ભવ્ય એગ્રી એક્સપોના આયોજનમાં સમગ્ર ગુજરાત નહીં પરંતુ વિશ્વના ખેડૂતોએ આ એક્સપોમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રાજકીય સામાજીક સંસ્થા સાથે સંકળાયેલા વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા. સાથે જ સિનેમાઘરમાં ટૂંક સમયમાં જ પ્રસિદ્ધ થનારી નાયીકાદેવી ફિલ્મના ડાયરેક્ટર તેમજ મુખ્ય રોલ નાયીકાદેવીનું પાત્ર ભજવનાર ખુશી શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નાયીકાદેવી ફિલ્મ કે જે ટૂંક સમયમાં થિયેટરમાં રીલીઝ થવાની છે, ત્યારે તેનું ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.

Next Story