Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : પ્રથમ વખત ગાયોમાં જોવા મળ્યો "લમ્પી સ્ક્રીન ડીસીઝ વાયરસ", રસી ઉપલબ્ધ ન હોવાથી પશુપાલકોમાં ફફડાટ

સુરેન્દ્રનગર : પ્રથમ વખત ગાયોમાં જોવા મળ્યો લમ્પી સ્ક્રીન ડીસીઝ વાયરસ, રસી ઉપલબ્ધ ન હોવાથી પશુપાલકોમાં ફફડાટ
X

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં અનેક ગાયો ઉપર હુમલો કર્યો હોય એવી ગંભીર ઇજા દેખાતા આ હુમલાના બદલે ઓસ્ટ્રેલિયાનો લમ્પી વાયરસનો ગાયો ભોગ બન્યાનું ખુલતા વેટરનરી તબીબે આવી ગાયોને અલગ ક્વોરેન્ટાઇન કરવા માટે પશુપાલકોને તાકીદ કરી છે.

ધ્રાંગધ્રા શહેરમાં તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોય એવી ગંભીર ઇજાઓ વાળી 8 જેટલી ગાયો દેખાતા જીવદયાપ્રેમીઓએ સારવાર શરૂ કરી છે, ત્યારે બીજા દિવસે વધુ 4 ગાયો આવી જ સ્થિતિમાં મળી આવ્યા બાદ ધ્રાંગધ્રાના પશુ ચિકિત્સકે ખુલાસો કરતા જણાવ્યુ કે, આ કોઇ ઇજા નથી. પરંતુ ઓસ્ટ્રેલીયાનો ગંભીર લમ્પી સ્કીન ડીસીઝ વાયરસ છે. જે ગાય આ વાયરસનો ભોગ બને છે, તે ગાયને સોપારી જેવી ગાંઠ થયા બાદ ફૂટીને કોઇ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોય એવી ઇજા જોવા મળે છે. જેથી જે તે વિસ્તારમાં જ્યાં ગાયને આવી લમ્પી વાયરસની બિમારી દેખાય એ ગાયને તાત્કાલીક અલગ ક્વોરન્ટાઇન કરી વાયરસની રસી મુકાવવા માટેની વ્યવસ્થા કરવી જોઇએ. જોકે, ધ્રાંગધ્રા અને પાટડી સહિત અન્ય વિસ્તારમાં પણ આ બિમારી વાયુ વેગે ફેલાય રહી છે, ત્યારે લમ્પી સ્ક્રીન ડીસીઝ વાયરસ સામે ગાયોને રક્ષણ આપતી રસી હાલના સમયમાં ઉપલબ્ધ ન હોવાથી પશુપાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

Next Story