Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : મંગલ મંદિર માનવ સેવા પરિવારે મહિલાનું કરાવ્યુ પરિવાર સાથે મિલન

લીંબડી મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં રંજન ધોળકિયા નામની મહિલા જે છેલ્લા 15 દિવસથી સારવાર હેઠળ હતી

સુરેન્દ્રનગર : મંગલ મંદિર માનવ સેવા પરિવારે મહિલાનું કરાવ્યુ પરિવાર સાથે મિલન
X

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી મંગલ મંદિર માનવ સેવા પરિવાર દ્વારા એક યુવતીને પોતાના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યુ, ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. લીંબડીના ડીવાયએસપી તથા પોલિસ સ્ટાફ તથા સ્થાનિક પત્રકારોની મદદથી આ મહિલાને સંસ્થામાં સારવાર હેઠળ લાવવામાં આવી હતી.

લીંબડી મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં રંજન ધોળકિયા નામની મહિલા જે છેલ્લા 15 દિવસથી સારવાર હેઠળ હતી. આ મહિલાને લીંબડીના ડીવાયએસપી, પોલિસ સ્ટાફ તથા સ્થાનિક પત્રકારોની મદદથી સંસ્થામાં સારવાર હેઠળ લાવવામાં આવું હતી. જ્યારે આ મહિલા સંસ્થામાં આવી ત્યારે તે બેહોશ હાલતમાં હતા. સંસ્થા દ્વારા મહિલાની દવા શરૂ કરવામાં આવી હતી, ત્યારે મહિલાને રિકવરી આવતા જણાવ્યું હતું કે, તેના પતિનું નામ વિપુલ છે, જે સુરત રહે છે. તેને 5-7 વર્ષનો દીકરો પણ છે, ત્યારે તાત્કાલિક ધોરણે તેના પરિવારની શોધ કરતાં તેનો પતિ, દીકરો અને તેનો ભાઈ તેને લેવા માટે સંસ્થા ખાતે આવી પહોચ્યા હતા. જોકે, મહિલાનું પરિવાર સાથે મિલન થતાં અને પરિવારના સભ્યોની આંખો ભરાય આવી હતી.

Next Story