Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: પાટડીમાં જુગારધામ પર પોલીસના દરોડા, ૧૬ જુગારી ઝડપાયા

સુરેન્દ્રનગર: પાટડીમાં જુગારધામ પર પોલીસના દરોડા, ૧૬ જુગારી ઝડપાયા
X

પાટડી તાલકાના ઝીઝુવાડા પોલીસ મથક હેઠળ આવતા સુરેલ ગામમાં બાતમીને આધારે રેઇડ કરતા. સુરેલના વાસાણીવાસના રામજી મંદીર પાસે જુગાર રમતા ધનાભાઇ કમાભાઇ, કાંતિભાઇ વેલાભાઇ, વિનોદ,વસાભાઈ નનુભાઇ ભરવાડ, આકાશભાઈ નારણભાઇ ઠાકોર તથા ગીધાભાઇ કરશનભાઇ વસાણી સર્વ રહેવાસી સુરેલ તથા ઝીઝુવાડા ખાતે ઘોડી - પાસા વડે જુગાર રમતા જીતેન્દ્રસિંહું ઝાલા તથા હસુભા ઝાલા વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી રૂ . ૧૪૧૦/ - નો મુદામાલ કબજે કરી વધુ ફર્યવાહી હાથ ધરી હતી તથા પાટડી નગરની વંદે માતરમ સોસાયટીના ગેટ નં .૧ ની પાસે શેરી નં . ૧ ના ભાડેથી ૨હેતા પુનાભાઇ કવાભાઇ વનપરા મુળ રહેવાસી લાટીવાસ પાટડી બહાર થી માણસો બોલાવી જુગાર રમાડવાનો હોવાની બાતમીને આધારે પાટડી પોલીસે રેઇડ કરતા પુનાભાઇ કવાભાઇ વનપરા ઠાકોર, પ્રકાશ ઉઘરાણીયા, અજય ઉઘરાણીયા, સાહીલ મેમદાવાદીયા, બાબુભાઇ વાઘેલા,જીવણ બાબરીયા, કેતન ગુણવંત નિમાવત, રજની ઝીંઝુવાડીયા, જીગર પુજારા ઠકકર સાથે રોકડ રકમ રૂપિયા ૧૧,૩૦૦ / - તથા સાત મોબાઇલ ફોન - મળી કુલ રૂ. ૪૫ હજાર / - નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથધરી હતી.

Next Story