Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : "ક્ષત્રિય સમાજનું ગૌરવ", મોટા ત્રાડીયા ગામની દિકરીનું ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી ટૂર્નામેન્ટમાં સિલેક્શન...

રાજકોટમાં રહી એમ.જે.કુંડલીયા કોલેજમાં F.y.BBAમાં અભ્યાસ કરતી એથ્લેટ દેવ્યાનીબા એમ. ઝાલાનું રનિંગ સ્પર્ધામાં ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી ટૂર્નામેન્ટમાં સિલેક્શન થતાં ક્ષત્રિય સમાજમાં ગૌરવની લાગણી છવાય છે.

સુરેન્દ્રનગર : ક્ષત્રિય સમાજનું ગૌરવ, મોટા ત્રાડીયા ગામની દિકરીનું ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી ટૂર્નામેન્ટમાં સિલેક્શન...
X

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મોટા ત્રાડીયા ગામના હાલ રાજકોટમાં રહી એમ.જે.કુંડલીયા કોલેજમાં F.y.BBAમાં અભ્યાસ કરતી એથ્લેટ દેવ્યાનીબા એમ. ઝાલાનું રનિંગ સ્પર્ધામાં ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી ટૂર્નામેન્ટમાં સિલેક્શન થતાં ક્ષત્રિય સમાજમાં ગૌરવની લાગણી છવાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજાયેલી, ૫૦મી ઈન્ટર યુનિવર્સિટી રનિંગ સ્પર્ધામાં દેવ્યાનીબાએ ૧૦૦ અને ૨૦૦ મીટરની દોડનો રેકોર્ડ પોતાના નામે કરી ઈતિહાસ રચ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજકોટ ખાતે ૫૦મી ઈન્ટર યુનિવર્સિટીની રનિંગ ટૂર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેમાં રાજકોટની એમ.જે.કુંડલીયા કોલેજ સહિત ૬૯ કોલેજના ૩૩૨ ખેલાડીએ ભાગ લીધો હતો. ૧૦૦ મી.ની રેસ ૧૨.૨૫ સેકન્ડમાં અને ૨૦૦ મીટરની રેસ ૨૫.૬૨ સેકન્ડમાં પુરી કરી અવ્વલ નંબરે આવી દેવ્યાનીબાએ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. બે વર્ષ પહેલા ૧૦૦ મી. રેસ ૧૩.૬૬ અને ૨૦૦ મી. રેસ ૨૭.૭૦ સેકન્ડમાં પૂરો કરવાનો જૂનો રેકોર્ડ જામનગર કોલેજની ખેલાડી કિર્તી ગોસરાનીના નામે હતો. આ રેકોર્ડને તોડી દેવ્યાનીબાએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ટૂર્નામેન્ટમાં પ્રથમ નંબર મેળવનાર દેવ્યાનીબા ઝાલાની આગામી સમયમાં ભુવનેશ્વરમાં યોજાનારી ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી ટૂર્નામેન્ટમાં પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી ચૂકેલા એથ્લીટ દેવ્યાનીબા ઝાલા ૧૦૦ મીટર દોડ ૧૨.૧૯ સેકન્ડ અને ૨૦૦ મી. દોડ ૨૫.૧૨ સેકન્ડના સમયમાં પૂર્ણ કરવાનો રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યા છે. ગુજરાત રાજયમાં જૂનિયર કક્ષાના પહેલા નંબરના રનર તરીકે જાણીતા બન્યા છે, ત્યારે હવે દેવ્યાનીબા એમ. ઝાલાનું રનિંગ સ્પર્ધામાં ઓલ ઈન્ડિયા યુનિવર્સિટીમાં સિલેક્શન થતાં સમગ્ર ક્ષત્રિય સમાજમાં ગૌરવની લાગણી છવાય છે.

Next Story