Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : વિદેશ સુધી પ્રસરી સોડમ, વિદેશીઓને લાગ્યો વઢવાણીયા રાયતા મરચાનો ચસ્કો...

સુરેન્દ્રનગરના વર્ધમાન ગૃહ ઉધોગ દ્વારા વઢવાણીયા રાયતા મરચાનું વેચાણ થકી મહિલાઓને રોજગારી આપવામાં આવી રહી છે

સુરેન્દ્રનગર : વિદેશ સુધી પ્રસરી સોડમ, વિદેશીઓને લાગ્યો વઢવાણીયા રાયતા મરચાનો ચસ્કો...
X

સુરેન્દ્રનગરના વર્ધમાન ગૃહ ઉધોગ દ્વારા વઢવાણીયા રાયતા મરચાનું વેચાણ થકી મહિલાઓને રોજગારી આપવામાં આવી રહી છે. આ મરચાની માંગ વધતા અન્ય રાજ્યોથી લઇ દુબઇ, ઇગ્લેન્ડ, અમેરીકા સહિતના દેશમાં વસતા લોકોને વઢવાણીયા રાયતા મરચાનો ચસ્કો લાગતા વિદેશ સુધી સોડમ પ્રસરી છે.

વઢવાણીયા મરચાની સીઝન હાલ પુર બહારમાં ખીલી છે, ત્યારે વઢવાણના સ્વાદમાં એકદમ વ્યવસ્થીત આ મરચાની દર વર્ષે ખુબ માંગ રહે છે. વઢવાણના મરચાની સોડમ મહિલાઓના ગૃહ ઉધોગ થકી દેશ વિદેશ સુધી પ્રસરી જવા પામી છે. વઢવાણના વર્ધમાન ગૃહ ઉધોગ દ્વારા આ વઢવાણીયા મરચાને રાયતા મરચા બનાવી વેચાણનો ગૃહઉધોગ ચલાવાય છે. આથી હાલ દર વર્ષે સીઝનના 2000 મણ જેટલા રાયતા મરચાના ઉત્પાદન થકી મહિલાઓ રોજગાર મેળવતી થઇ છે. આ અંગે વર્ધમાન ગૃહ ઉધોગના પન્ના શુક્લએ જણાવ્યુ હતું કે, અમારા ગૃહ ઉધોગ દ્વારા વર્ષે દરમ્યાન અલગ અલગ પ્રોડક્ટ જેવી કે, ખાખરા, પાપડ, અથાણા સહિતની વસ્તુઓ બનાવાય છે. પરંતુ વઢવાણીયા મરચાની સીઝન હોય, ત્યારે રાયતા મરચાનું પણ ઉત્પાદન કરાય છે. આ રાયતા મરચાની સીઝન નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી હોય છે. આથી અમારી ટીમ દ્વારા બનાવાય છે. જેમાં 50થી 100 જેટલી મહિલાઓ કામ કરી રોજગારી મેળવે છે. આ મરચાની સીઝન દરમિયાન 60 હજાર કિલો જેટલા મરચાનું ઉત્પાદન વેચાણ થાય છે. આ મરચાનું દેશમાં મહારાષ્ટ્ર, કોલકતા, સાઉથના રાજ્યો સહિત ગુજરાતના આસપાસના રાજ્યોમાં વેચાણ કરાય છે. આ ઉપરાંત વઢવાણ વાસીઓના પ્રિય મરચા તેમના કારણે વિદેશમાં પણ પહોંચતા વિદેશીઓને રાયતા મરચાનો ચસ્કો લાગ્યો છે. જેના કારણે અમેરીકા, ઇગ્લેન્ડ, દુબઇ સહિતના દેશોમાં પણ આ મરચા પહોંચી ગયા છે.

Next Story