Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : સાયલામાં કવોરીની આડમાં બાયો ડીઝલનો ગોરખધંધો ઝડપાયો

સ્થળ પરથી 10 હજાર લીટર બાયોડીઝલ સહિત 7.58 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો છે.

સુરેન્દ્રનગર : સાયલામાં કવોરીની આડમાં બાયો ડીઝલનો ગોરખધંધો ઝડપાયો
X

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં કવોરીની આડમાં ચાલતા બાયો ડીઝલના વેપલાને પોલીસે ઝડપી પાડયો છે. સ્થળ પરથી 10 હજાર લીટર બાયોડીઝલ સહિત 7.58 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો છે.

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ ગેરકાયદેસર રીતે પેટ્રો કેમિકલ્સ તથા વાહનોમાં વપરાતા ઇંધણ બાયોડીઝલનું ગેરકાયદેસર સંગ્રહ કરી પંપ બનાવી વેચાણ કરવાની પ્રવૃતિ રોકવા દરેક પોલીસ સ્ટેશનમાં સુચના આપી છે. જેના અનુસંધાને લીંબડી ડીવાયએસપી સી.પી.મુંધવા સહિતની ડીવાયએસપી સ્કવોડએ પોલીસ ટીમે લાખાવાડ ગામે આવેલી સુજન-પુજન કવોરી પર દરોડો પાડયો હતો. જેમાં ઓફિસ પાછળ સીમેન્ટના બેલાની ઓરડીમાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. બાયોડીઝલના જથ્થા અંગે કવોરી સંચાલકો યોગ્ય ખુલાસો કરી શકયા ન હતાં. પોલીસે સ્થળ પરથી લાખાવાડના કનુ ખવડની અટકાયત કરી હતી. હાલ તો પોલીસે 10 હજાર લીટર બાયોડીઝલ અને ફયુઅલ પંપ સહિત 7.78 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

Next Story