Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : 108ના પાયલોટ-EMTની ઇમાનદારી, અકસ્માતમાં પડી ગયેલ રોકડ-સમાન માલિકને પરત કર્યો...

સુરેન્દ્રનગર : 108ના પાયલોટ-EMTની ઇમાનદારી, અકસ્માતમાં પડી ગયેલ રોકડ-સમાન માલિકને પરત કર્યો...
X

સુરેન્દ્રનગર જિલ્લાના કેશરીયા પંથકના એક વ્યક્તિનો બાઇક સ્લીપ થતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલકને ઇજા પહોંચતા 108 ઈમરજન્સી સેવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, ઇજાગ્રસ્તનો સમાન પડી જતાં 108ના પાઇલોટ અને EMTએ દર્દીનો મોબાઈલ સહિત રોકડ રકમ 8000 રૂપિયા દર્દીના સગાને પરત કરવામાં આવતા 108ના ઈમાનદાર બન્નેના સૌકોઈએ વખાણ કર્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના 108ના પાયલોટ અને EMTએ પોતાની ફરજની સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લખતર તાલુકાના કેસરીયા ગામના વતની અમૃત છાસીયા પોતાનું બાઇક લઇને હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે લખતર હાઇવે પર આવેલી યોગીરાજ ગેસ્ટહાઉસ પાસે પહોંચતા અચાનક બાઈક સ્લીપ થઈ જતાં બાઈક રોડના ડીવાઈડર સાથે અથડાયું હતુ. જેમાં અમૃત છાસીયાને માથાના ભાગે ઇજા પહોચતા તેઓ બેભાન થઈ ગયા હતા, ત્યારે હાઇવે પરથી પસાર થતા લોકોએ 108 ઈમરજન્સી સેવાને જાણ કરાતા 108ના પાઇલોટ જયપાલસિંહ તથા EMT દાજીભાઈ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ત્યારે બેભાન પડેલા બાઈકચાલકને 108માં સુવડાવી નીચે જોતા રોડ પર ઇજાગ્રસ્તની રોકડ રકમ 8000 રૂપિયા તથા 1 મોબાઇલ નીચે પડેલો હતો.જેતે 108ની ટીમને ધ્યાને આવતા તેઓએ સાથે લઈ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. લખતર સરકારી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તના સબંધીનો સંપર્ક કરી દર્દીનો મોબાઈલ સહિત રોકડ રકમ 8000 રૂપિયા પરત કર્યા હતા, ત્યારે 108ના પાઇલોટ જયપાલસિંહ તથા EMT દાજીભાઈ દ્વારા સાચી ઇમાનદારી સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

Next Story