Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : વીર શહીદોને શ્રધ્ધાંજલી આપવા યુવાનનો અનોખો પ્રયાસ, સલૂનની 1 દિવસની આવક શહીદોના નામ

સુરેન્દ્રનગર જિલ્લામાં હેરકટીંગ સલુન ચલાવતા યુવાન દ્વારા છેલ્લા 4 વર્ષથી શહીદ દિવસે શહીદોને શ્રધ્ધાંજલી આપવા અનોખુ આયોજન કરવામાં આવે છે.

સુરેન્દ્રનગર : વીર શહીદોને શ્રધ્ધાંજલી આપવા યુવાનનો અનોખો પ્રયાસ, સલૂનની 1 દિવસની આવક શહીદોના નામ
X

સુરેન્દ્રનગર જિલ્લામાં હેરકટીંગ સલુન ચલાવતા યુવાન દ્વારા છેલ્લા 4 વર્ષથી શહીદ દિવસે શહીદોને શ્રધ્ધાંજલી આપવા અનોખુ આયોજન કરવામાં આવે છે. જેમાં યુવાન અને તેની ટીમ દ્વારા સલુનમાં થતી તમામ આવક શહીદોના પરિવારજનોને અર્પણ કરી શહીદોની શહાદતને સલામી આપવા એક નાનકડો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તા. 23મી માર્ચના દિવસે સમગ્ર દેશમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સુરેન્દ્રનગરના યુવાન દ્વારા શહીદ દિવસની અનોખી રીતે ઉજવણી કરી તેમના પરિવારને મદદરૂપ થવા નાનકડો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર હેરકટીંગ સલુન ચલાવતા રવિન જાદવને આર્મીમાં જવાની ઇચ્છા હતી. તે ઇચ્છા પૂર્ણ ન થતાં દેશના જવાનો માટે કઈક કરવાની ઇચ્છા સાથે તેમણે આ અભિયાનની શરૂઆત 5 વર્ષ પહેલા કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના જે યુવાનો બોર્ડર પર ભારતની રક્ષા કાજે શહીદ થયાં છે. તેમના પરિવારજનો માટે કઈક કરી છુટવાની ભાવના સાથે આ અભિયાન શરૂ કર્યું હતુ. જેમાં દર વર્ષે તા. 23મી માર્ચના રોજ રવિનભાઇ અને તેમની ટીમ જેમાં 8થી 10 વ્યક્તિઓ છે. તે તમામ દ્વારા સલૂનમાં થતી આવક શહીદોના પરિવારજનોને અર્પણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં તેમણે રૂ. 60થી 70 હજાર રૂપિયા જેટલી આવક એકઠી કરી છે. જે સુરેન્દ્રનગર જિલ્લાના શહીદોના પરિવારજનોને ફુલ નહી તો ફુલની પાંખડી રૂપે રૂબરૂ જઇ અર્પણ કરી છે. તેઓએ શહીદોની શહાદતને અનોખી સલામી આપી અન્ય લોકો માટે પણ ઉદાહરણરૂપ કાર્ય કર્યું છે.

Next Story