Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : લીંબડીમાં વ્યાજખોરોના આતંકથી યુવાને કંટાળીને ઝેરી દવા ગટગટાવી લેતા મોત

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં વ્યાજખોરોના આતંકથી એક યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મોત નીપજયું છે.

સુરેન્દ્રનગર : લીંબડીમાં વ્યાજખોરોના આતંકથી યુવાને કંટાળીને ઝેરી દવા ગટગટાવી લેતા મોત
X

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં વ્યાજખોરોના આતંકથી એક યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મોત નીપજયું છે.

સુરેન્દ્રનગર : લીંબડીમાં વ્યાજખોરોના આતંકથી યુવાને કંટાળીને ઝેરી દવા ગટગટાવી લેતા મોતમળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ચોરાપા શેરીમાં રહેતા ૪૦ વર્ષના વિજયભાઇ રમેશભાઈ દાદરેચાએ મંગળવારે મોડી સાંજે ઝેરી દવા પી લીધી હતી. ચાર થી પાંચ શખ્સો દ્વારા વ્યાજે આપેલા રૂપિયા માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાનો તેમજ બે દિવસ માર પણ મારવામાં આવ્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. જેને લઈને વિજયભાઈ એ આખરે ઝેરી દવા પી લીધી હતી. જે બાદ વિજયભાઇને પ્રથમ લીંબડી સરકારી હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવતા હતા. તે દરમિયાન રસ્તામાં જ મોત થયું હતું. લીંબડી પોલીસને જાણ થતાં પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી મ્રુતકના પરિવારજનની ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

Next Story
Share it