ગુજરાતનું રાજ્યપક્ષી સુરખાબ ભાવનગરના આંગણે, પ્રકૃતિવિદો-પક્ષીવિદોમાં આનંદની લાગણી

સુરખાબ ગુજરાતનું રાજ્યપક્ષી છે. જેને સ્થાનિક ભાષામાં બળા કે, હંસના નામે પણ ઓળખવામાં આવે છે. આ પક્ષી ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પોરબંદર અને જામનગર સહિત રાજ્યના મોટા ભાગના જલપ્લાવિત વિસ્તારોમાં જોવા મળતું યાયાવર પક્ષી છે. ગુજરાતમાં તેની બે જાતો જોવા મળે છે. એક નાના સુરખાબ અને બીજા મોટા સુરખાબ કે, હંસ.
જોકે, વરસાદની ખેંચાયેલી સ્થિતિમાં ભાવનગરના એરપોર્ટ રોડ કે, બંદર વિસ્તાર તરીકે ઓળખાતા ખાર વિસ્તારમાં અત્યારે પાણીના ખાડા-ખાબોચિયા ભરાયેલાં છે. જે સુરખાબના રહેણાંક અને માળો બનાવવાં માટે ખૂબ અનુકૂળ હોય છે. તેથી ભાવનગરના ખાર વિસ્તારમાં હાલ મોટી સંખ્યામાં સુરખાબ જોવાં મળી રહ્યાં છે. તેની ગરદન "ડ" આકારની તથા પંખી જગતમાં સૌથી લાંબી અને માંસલ જીભ ધરાવે છે. તેઓ સમૂહમાં કાદવથી માળાઓ બનાવે છે.
મોટા સુરખાબની ઉંચાઈ ૧૩૫ સેમી. સુધીની હોય છે ઉંચાઈના પ્રમાણમાં તેનું નાનું શરીર કોઈનું પણ ધ્યાન ખેંચે તેવું હોય છે. આખું શરીર રંગે સફેદ અને તેમાં આછી ગુલાબી ડાઘ, ઉડે ત્યારે પાંખો ગુલાબી અને કાળા રંગની આંખો તરત નજરે પડે છે. પગ લાંબા અને ગુલાબી હોય છે. ચાંચ ગુલાબી, વાંકી અને છેડેથી કાળી હોય છે. કદમાં નર-માદા સરખાં જોવાં મળે છે. નાનો હંસ લગભગ ૯૦ થી ૧૦૫ સેમી. ઉંચાઈ ધરાવે છે. તેના સફેદ શરીરનો ગુલાબી રંગ વધારે સ્પષ્ટ દેખાઈ તેવો છે.
મોટા હંસના પ્રમાણમાં નાના હંજની ડોક ટૂંકી અને થોડી જાડી હોય છે. તેના પગ પણ મોટા હંજ કરતા ટૂંકા હોય છે. ચાંચ ઘેરી, ગુલાબી, વાંકી અને છેડેથી કાળી હોય છે. નર-માદા દેખાવમાં સરખાં જણાય છે. સુરખાબ તેમનાં રહેઠાણો મોટા તળાવો, દરિયા કિનારાના કાદવ કે પાણીવાળા વિસ્તારોમાં જોવાં મળે છે. ભાવનગરનો ખાર વિસ્તાર આવી જ આબોહવા અને ભૂસ્તરીય રચના ધરાવતો હોવાથી અહીં આ બન્ને પ્રકારના એટલે કે, નાના સુરખાબ અને મોટા સુરખાબ હાલમાં જોવાં મળી રહ્યાં છે. જોકે, આ પ્રકારના અલભ્ય પક્ષીઓ ભાવનગરના આંગણે જોઈને પ્રકૃતિવિદો અને પક્ષીવિદોમાં આનંદની લાગણી છવાઇ છે.
ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં મોડી રાત્રીએ એક વ્યક્તિ પર ફાયરિંગથી ચકચાર, અંગત...
4 Aug 2022 3:03 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: ઝાડેશ્વરમાં સ્વ.જયેશ પટેલ શૈક્ષણિક સંકુલનું કરાયુ લોકાર્પણ,...
3 Aug 2022 12:36 PM GMT
અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયામાં ઈમિગ્રેશન કૌભાંડ, રાજ્યના અનેક એજન્ટો...
9 Aug 2022 9:05 AM GMTપીએમ પદની રેસમાં ઋષિ સુનક પાછળ, જીત માટે ભારતીય મૂળના લોકોએ હવન સહિત...
9 Aug 2022 8:42 AM GMTચોમાસાના નવા રાઉન્ડનો "પ્રારંભ" : સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં...
9 Aug 2022 8:35 AM GMTગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી વિભાગ સજ્જ, અધિકારીઓનો...
9 Aug 2022 8:20 AM GMTવિજય દેવરાકોંડાને જોઈને છોકરીઓ થઈ ગઈ ખુશ, બાજુમાં ઊભી રહેલ અનન્યા...
9 Aug 2022 8:14 AM GMT