અમદાવાદમાં ટેબલ ટેનિસ લીગનું આયોજન, દેશભરના ખેલાડી લેશે ભાગ
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અમદાવાદમાં 17થી 21 ઑગસ્ટ દરમિયાન જીએસએલ ટેબલ ટેનિસ લીગ નું આયોજન કરવા માટે સજ્જ થઈ ગયું છે.

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અમદાવાદમાં 17થી 21 ઑગસ્ટ દરમિયાન જીએસએલ ટેબલ ટેનિસ લીગ નું આયોજન કરવા માટે સજ્જ થઈ ગયું છે. શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલ 'એરેના બાય ટ્રાન્સ સ્ટેડિયા' ખાતે આ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવશે.
આ વાર્ષિક ઇવેન્ટ યોજવા પાછળનો વિચાર આ ગેમની લોકપ્રિયતાને પ્રોત્સાહન આપવાનો તથા વધુને વધુ ખેલાડીઓ અને નવી પ્રતિભાઓને આ લીગમાં જોડાવા અને તેમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો તથા ટેબલ ટેનિસ રમવા માટે ઉત્સાહિત હોય તેવા લોકોને એક સ્પર્ધાત્મક મંચ પૂરું પાડવાનો છે. આ પાંચ દિવસના ઇવેન્ટમાં ગુજરાત અને સમગ્ર ભારતમાંથી શ્રેષ્ઠ ખેલાડીઓ ભાગ લેશે અને 32 મેચમાં તેમની વચ્ચે રસાકસીભર્યો મુકાબલા થશે જીએસએલ ટેબલ ટેનિસ લીગ સમગ્ર ભારતની અને દર વર્ષની સૌથી પ્રતિષ્ઠિત લીગ બનવા તરફ અગ્રેસર છે તથા તેના આયોજન પાછળનો વિચાર આ ટુર્નામેન્ટમાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી આવતા ટીમો અને સહભાગીઓ ભાગ લઈ શકે તે માટે તેમને એક મંચ પૂરું પાડવાનો છે.આ લીગ નું આયોજન અન્ય કોઈ પ્રોફેશનલ લીગ મેચોની જેમ જ કરવામાં આવે છે, જેમાં સ્થાનિક વ્યાવસાયિક સમુદાયો ટીમોની રચના કરવા માટે યોગદાન આપે છે અને ખેલાડીઓની હરાજી કરવામાં આવે છે. આ ફ્રેન્ચાઇઝીએ હરાજીના માધ્યમથી રૂ. 22 લાખની કુલ રકમ માંથી ખેલાડીઓ ને ખરીદ્યા છે આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા મહત્ત્વના ખેલાડીઓમાં હરમીત દેસાઈ, સેનિલ શેટ્ટી, માનુશ શાહ, માનવ ઠક્કર, શ્રીજા અકુલા, મોઉમા દાસ, રીથ રિશ્ય, સૌમ્યજીત ઘોષ, કૃત્તિકા સિંહા રૉય, ઇશાન હિંગોરાની, ફ્રેનાઝ છીપા અને કાદરી નો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટમાં કોચમાં એ. રાજનાથ કમલ, મુરલીધર રાવ, અંશુલ ગર્ગ, દીપક મલિક, પરાગ અગ્રવાલનો સમાવેશ થાય છે
રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 459 નવા કેસ નોધાયા, 922 દર્દીઓએ કોરોનાને આપી...
12 Aug 2022 4:45 PM GMTભરૂચ: K.J.ચોકસી પબ્લિક લાયબ્રેરીના ગ્રંથપાલ દ્વારા આઝાદીના અમૃતકાળની...
12 Aug 2022 3:20 PM GMTઅંકલેશ્વર : GIDCમાં આવેલ યોગેશ્વરનગરમાં 28 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ...
12 Aug 2022 3:02 PM GMTઅંકલેશ્વર : ગડખોલ વિસ્તારની રાધેક્રિષ્ના સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો...
12 Aug 2022 2:18 PM GMTભરૂચ : નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા, સરદાર સરોવર ડેમમાંથી 1.50 લાખ...
12 Aug 2022 1:24 PM GMT