Connect Gujarat
ગુજરાત

તાપી: વરસાદની પરિસ્થિતિના પગલે પોલીસનો મોટો કાફલો તૈનાત કરાયો, 37 વાહનો પણ ફાળવાયા

તાપી જીલ્લામાં વરસી રહેલ ભારે વરસાદના કારણે પોલીસ અને વહીવટી તંત્ર એક્ષન મોડમાં આવી ગયું છે

તાપી: વરસાદની પરિસ્થિતિના પગલે પોલીસનો મોટો કાફલો તૈનાત કરાયો, 37 વાહનો પણ ફાળવાયા
X

તાપી જીલ્લામાં વરસી રહેલ ભારે વરસાદના કારણે પોલીસ અને વહીવટી તંત્ર એક્ષન મોડમાં આવી ગયું છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા વધારાનો પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા મળેલ માહિતી અનુસાર સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના ના પગલે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ સહિત, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. ત્યારે તાપી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડતા વરસાદના પગલે તંત્ર એકશન મોડમાં કામ કરી રહ્યું છે. જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર સાબદુ બની ગયું છે.તાપી જિલ્લામાં અગાઉના વર્ષોમાં વધારે વરસાદ માં પુલ ઉપરથી પાણી વહેતુ હોય ત્યારે અવરજવર કરતા લોકોએ ઘણી વખત જીવ ગુમાવ્યા છે. આ બનાવોને જોતા તાપી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા વર્ષ-૨૦૧૭થી આવી પરિસ્થિતીમાં રસ્તો ક્રોસ કરતા રોકવા પોલીસ જવાનોને તૈનાત કરવાની વ્યવસ્થા ગોઠવી છે. જિલ્લામાં 3 ડીવાયએસપી, 5 પી.આઈ, 11 પી.એસ.આઈ, કુલ-224 પોલીસ ગાર્ડ, 113 પોલીસ જવાનો અને 11 ફોર વ્હીલર, 26 ટુ વ્હીલર પોલીસના વાહનોને તૈનાત કરવામાં આવ્યા છે.

Next Story