Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો; ગાંધીનગરમાં લઘુતમ 14 ડિગ્રી, નલીયા બન્યું સૌથી ઠંડુગાર શહેર

ગુજરાતમાં વહેલી સવારથી ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો નીચે ગગડતા હવે દિવસે દિવસે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે.

રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો; ગાંધીનગરમાં લઘુતમ 14 ડિગ્રી, નલીયા બન્યું સૌથી ઠંડુગાર શહેર
X

ગુજરાતમાં વહેલી સવારથી ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો નીચે ગગડતા હવે દિવસે દિવસે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ઠંડીથી બચવા લોકો ગરમ કપડા, તાપણાનો સહારો પણ લેતા નજરે પડે છે તો શહેરોમાં કેટલાક લોકો વહેલી સવારનો આલ્હાદક આનંદ લેવા મોર્નિગ વોક પર જતા પણ નજરે પડી રહ્યા છે.

ઉત્તર પૂર્વીય પવનોની દિશા બદલાતા હાલ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આજે સવારે અમદાવાદનું તાપમાન 16.5 ડીગ્રી નોંધાયું તો ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 14 ડીગ્રી નોંધાયું જ્યારે નલિયામાં 12.8 જેટલો ઠંડીનો પારો ગગડતા રાજ્યનું સૌથી ઠંડીગાર શહેર બન્યું હતું...સામાન્યપણે શિયાળામાં ઉત્તર ભારતના વિસ્તારમાં ઠંડી બહુ પડે છે. ગુજરાતમાં એક ચોક્કસ પ્રમાણની આજુબાજુ ઠંડુ વાતાવરણ હોય છે પણ આપણા ગુજરાતના જ કચ્છના નલિયામાં સમગ્ર ગુજરાત કરતા વધું ઠંડી કેમ પડે છે? કચ્છનો ભૌગોલિક વિસ્તાર બીજા જિલ્લા કરતા અલગ હોવાથી ઠંડી અને ગરમી કે ધૂમમ્સ વધુ જોવા મળે છે. કચ્છના હવામાનમાં તરત બદલાવ આવે છે.તેથી શિયાળાની ઋતુમાં નલિયા ઠંડુગાર બની જાય છે.

Next Story